રાજકોટની મેટોડા GIDCમાં આગ લાગવાની ઘટના બની હતી. GIDCમાં આવેલા શ્રમિકોના રહેણાંકમાં સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતા આગ લાગી હતી. આ ઘટનાનામાં પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આગને પગલે દોડાદોડીના દ્રશ્યો સર્જાયા હતા. દાઝેલા શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. સદભાગ્યે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી.
રાજકોટ શહેરની બહાર કાલાવડ રોડ પર આવેલી મેટોડા GIDCના શ્રમિકોના રહેવાસમાં આગની લાગવાની ઘટના બની હતી. સિલિન્ડરમાં ગેસ લીકેજ થતાં આગ લાગી હતી. પાંચ શ્રમિકો આગની ઝપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ શ્રમિકો મેક્સવેલ નામની ફેકટરીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. પાંચેય શ્રમિકોને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આગને પગલે જીઆઇડીસીમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને 108ની ટીમને ઘટનાસ્થળે હાજર થઇ હતી. ઘટનાને પગલે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને દુર્ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટની મેટોડા GIDCમાં ગેસ લીકેજ થતા આગ લાગી, 5 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યાં
RELATED ARTICLES