અમદાવાદના પરિમલ ગાર્ડન સામે આવેલા દેવ કોમ્પલેક્સમાં ભીષણ આગ, હોસ્પિટલમાંથી 13 નવજાત બાળકો સહિત 60નું રેસ્ક્યુ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: અમદાવાદના પરિમલ ગાર્ડન સામે આવેલા દેવ કોમ્પ્લેકસમાં અચાનક અાગ ફાટી નીકળતા અફરાતફરીના દ્રષ્ટો સર્જાયા હતા. કોમ્પ્લેકસના ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેને કારણે કોમ્પ્લેકસમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ લોકો એકઠા થઇ ગયા હતા.

ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથધરી હતી. આ કોમ્પલેક્ષમાં આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી 13 જેટલા નવજાત બાળકો તથા માતા સહીત 60થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હોવાની માહિતી સંબંધિત સૂત્રોએ આપી હતી.

YouTube player

હજુ પણ ઘણા લોકો કોમ્પ્લેક્સ હોવાની જાણકારી મળી રહી છે. ફાયર વિભાગનાના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની અને કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયુ કરવાની કામગીરી ચાલુ છે. કોમ્પ્લેક્સ પાસેના 500 મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત રેસ્ક્યુ કામગીરી માટે 2 લિફ્ટનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે.

કોમ્પ્લેકસમાં રહેલા લોકો જીવ બચાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. હાલમાં ફાયરની ટીમ દ્વારા પાણીનો મારી ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત 108 એમ્બ્યુલન્સ પર ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. નોંધનીય છે કે આ પહેલા પણ આ જ કોમ્પ્લેકસમાં આગ લાગવાની ઘટના બની ચુકી છે જેને લઈને કોમ્પ્લેકસના સંચાલકની બેદરકારી અને તંત્રની ફાયર સેફટી અંગેના તપાસકાર્ય સામે સવાલો ઉભા થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.