(જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં આગ લાગવાનો સિલસિલો શુક્રવારે પણ યથાવત રહ્યો હતો. લોઅર પરેલમં સેનાપતિ બાપટ માર્ગ પર રઘુવંશી મિલ કમ્પાઉન્ડમાં ત્રીજા માળે એક ગાળામાં સાંજના ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડિઝાસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા મુજબ રઘુવંશી મિલ કમ્પાઉન્ડમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના કર્મશિયલ કમ્પાઉન્ડમાં ત્રીજા માળા પર આવેલા એક ગાલામાં સાંજના ૭.૧૫ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા ફાયરબ્રિગેડના ૧૨ ફાયર ઍન્જિન, છ જેટી, એક વોટર ટેન્કર સહિતના વાહન ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ત્રીજા માળે લાગેલી આગ બીજા માળા પર પણ ફેલાઈ ગઈ હતી. ૭.૨૪ વાગે આગને ત્રીજા નંબરની જાહેર કરવામાં આવી હતી. મોડેથી આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઑપરેશન મોડે સુધી ચાલુ હતું. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.ઉ