હૈદરાબાદના ઈલેક્ટ્રિક સ્કૂટર રિચાર્જ યુનિટમાં લાગેલી આગ હોટેલમાં ફેલાઈ, ગૂંગળામણથી 8ના મોત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

હૈદરાબાદના સિકંદરાબાદમાં સોમવારે મોડી રાત્રે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઇલેક્ટ્રિક સ્કૂટરના સર્વિસ સ્ટેશનમાં આગ ફાટી નીકળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક ઈલેક્ટ્રિક બાઈક ચાર્જ થઈ રહી ત્યારે તેમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આ આગ ઉપરના મળે આવેલી હોટેલમાં ફેલાતા લોકો ફસાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
ઘટના પર હાજર પોલસ અધિકારીએ આપેલી માહિતી મુજબ, ‘પહેલા છ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં અન્ય બે લોકોના મોત નીપજ્યા હતા. મોટાભાગના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા છે. અત્યાર સુધી શોર્ટ સર્કિટના કારણે અકસ્માત થયો હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં સાત લોકો ઘાયલ થયા છે. હાલ એકની હાલત ગંભીર છે.’
આગ લાગી એ સમયે બિલ્ડિંગમાં 25 લોકો હતા. સ્થળ પર હાજર લોકોએ હોટલમાં ફસાયેલા લોકોને બચાવીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી પણ કૂદી પડયા હતા.
હોટેલ પણ શોરૂમની ઉપર આવેલ છે. આગને કારણે પહેલા અને બીજા માળે ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. કેટલાક લોકોએ બિલ્ડિંગ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. સ્થાનિક લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટનામાં સર્વિસ માટે આવેલા પાંચ નવા સ્કૂટર અને 12 જૂના સ્કૂટર બળીને રાખ થઈ ગયા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, ‘સિકંદરાબાદમાં આગને કારણે આઠ લોકોના મોતથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.’ આ સાથે તેમણે મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.