મધરાતે બોરીવલીની બિલ્ડિંગમાં અચાનક લાગી આગ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મુંબઈના બોરીવલી વિસ્તારના એક અપાર્ટમેન્ટમાં શનિવારે મો઼ડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. બિલ્ડિગના 14મા માળે આગ લાગી હોવાની જાણ થતાંની સાથે તાત્કાલિક ફાયરબ્રિગેડની છ ટીમ પહોંચી હતી. 14મા માળે ફસાયેલા 14 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં સદ્નસીબે જાનહાની ટળી હતી. જોકે, ઈમારતને નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મળી રહેલી માહિતી અનુસાર બોરીવલીના ધીરજ સવેરા નામની બિલ્ડિંગમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અચાનક ધૂમાડો પ્રસરતા જોઈને તાત્કાલિક ફાયર બ્રિગેડને આગની સૂચના આપી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.