મુંબઈના કુર્લામાં આવેલ એક ઈમારતમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની હતી. આગને કારણે એક મહિલાનું મૃત્યુ થયું હોવાનું તથા ઘણા લોકોને ઇજા થઇ હોવાની વિગતો જાણવા મળી છે. ઇમારતના ચોથા માળેથી દસમાં માળ સુધી આગ ફેલાઇ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ આ આગને કારણે એક 70 વર્ષની મહિલાનું મૃત્યુ થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. મૃતકનું નામ શકુન્તલા રમાની હોવાની વિગતો સપાટી પર આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ આખી ઇમારત રેસીડેન્સીઅલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ આગ હવે સંપૂર્ણ રીતે ઓલવાઈ ગઈ છે. ઇમારતના દરેક ફ્લોર પર ઇન્લેક્ટ્રિક કેબલ બળી ગયો છે. આગ 12માં માળ સુધી ફેલાઈ ગઈ હતી. જો કે જે લોકો ફ્લોર પર ફસાયા હતા તે તમામને બચાવીને ટેરેસ પર લઈ જવાયા હતા. ઘટના સ્થળે એડીએફો, ત્રણ વરિષ્ઠ એસઓ, ચાર ફાયર એન્જિન, 3 જેટ્ટી, એક બ્રિધિંગ એપ્રેટસ વેન અને એક 108 એમ્બ્યુલન્સ હાજર હતા.
મુંબઈમાં આગ લાગવાનો સિલસિલો યથાવત : કુર્લાની ઈમારતમાં ભીષણ આગ…
RELATED ARTICLES