આજના મોબાઈલ યુગમાં બાળકો માત્ર ને માત્ર મોબાઈલ જ સર્વસ્વ છે એમ માનીને આખો દિવસ મોબાઈલની સાથે ગાળતાં હોય છે, ત્યારે મરાઠી ભાષા દિને આ યુવાનિયાઓએ પુસ્તકો પર પસંદગી ઉતારીને ખરું જ્ઞાન મેળવ્યું હતું. માહિમની લાઈબ્રેરીમાં ખાસ્સા પ્રમાણમાં યુવાનિયાઓએ મુલાકાત લેતાં એક વાત તો ચોક્કસ છે કે આવનારી પેઢી ફરી પાછી પુસ્તકને પ્રાધાન્ય આપે તો એમાં નવાઇ પામવા જેવું બિલકુલ નહીં રહે. (જયપ્રકાશ કેળકર)