છેલ્લા કેટલાંય સમયતી શાહરુખ ખાનનો પરિવાર એક યા બીજી રીતે પોલીસના રડારમાં આવી રહ્યો છે. ત્યારે હવે શાહરુખ ખાનના પત્નિ ગૌરી ખાન પર પણ FIR થતા તેની મૂશ્કેલી વધી ગઇ છે. ગૌરી વિરુદ્ધ લખનઉમાં FIR કરવામાં આવી છે. મુંબઇમાં રહેનારા એક બિઝનેસમેન એ ગૌરી ખાન સહિત 3 લોકો પર કેસ કર્યો છે. જેમાં ગૌરી ખાન પર પૈસા હડપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બોલીવૂડ સ્ટાર શાહરુખ ખાન જ્યાં એક બાજુ ‘પઠાણ’ ની સુપર સક્સેસની ઉજવણીમાં ડૂબ્યા છે ત્યાં બીજી બાજુ એમના માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. શાહરુખના પત્નિ એક મોટી મૂશ્કેલીમાં ફંસાઇ ગયા છે. ગૌરી ખાન સહિત 3 લોકો વિરુધ લખનઉમાં FIR કરવામાં આવી છે. ગૌરીના વિરુધ આ કેસ આઇપીસી ધારા 409 અંતર્ગત નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગૌરી ખાન તુલસ્યાની કંન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડની બ્રાન્ડ એન્બેસેડર છે. મુંબઇમાં રહેનારા કિરીટ જસવંત શાહ નામના એક માણસે આ પ્રોજેક્ટનો લખનઉમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. આ માણસનો દાવો છે કે હમણાં સુધી 86 લાખ રુપિયા આપવા છતાં એને ફ્લેટ મળ્યો નથી. એણે ગૌરી ખાન પર રુપિયા હડપવાના આરોપ સાથે લખનઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. એક વેબ પોર્ટલના અહેવાલ મુજબ આ ફરિયાદમાં ફરિયાદીએ દાવો કર્યો છે કે તુલસ્યાની ગોલ્ફ વ્યૂ ના સુશાંતે ગોલ્ફ સિટી વિસ્તારમાં આવેલ ફ્લેટ કોઇ બીજાને આપી દીધો છે. ફરિયાદીએ ગૌરી ખાન ઉપરાંત તુલસ્યાની કંસ્ટ્રક્શન તથા ડેવલપમેન્ટ લિમિટેડના સીએમડી અનિલ કુમાર તુલસ્યાની અને નિદેશક મહેશ તુલસ્યાનીના વિરુધમાં ફરિયાદ નોંધાવી છે. તેણે એમ ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે એણે ગૌરી ખાનથી પ્રભાવિત થઇ ને ફ્લેટ ખરીદ્યો હતો