મુંબઈઃ વિઝા એપ્લિકેશનમાં બનાવટી દસ્તાવેજો જમા કરાવવાના આરોપમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકના દીકરા અને વહૂની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે, એમ મુંબઈ પોલીસે બુધવારે જણાવ્યું હતું.
વાસ્તવમાં વિદેશી ક્ષેત્રીય રજિસ્ટ્રેશન કચેરી (Foreigners Regional Registration Offices)એ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નવાબ મલિકના દીકરા ફરાજ મલિક અને તેની બીજી પત્ની હેમલીન દ્વારા જમા કરાવવામાં આવેલા દસ્તાવેજ બનાવટી હતી. ત્યાર પછી એફઆરઆરઓએ એના અંગે કુર્લા પોલીસને જાણકારી આપી હતી.
એફઆઈઆરના આધારે મંગળવારે રાતે મુંબઈ પોલીસે કુર્લા પોલીસને જાણકારી આપી હતી. પોલીસે એફઆઈઆરના આધારે મંગળવારે રાતના ફરાજ અને તેની પત્નીની સામે આઈપીસી 420, 465, 468, 471(બનાવટી દસ્તાવેજને અસલી બતાવીને રજૂ કરવા) અને અન્ય એક્ટ અન્વયે કેસ નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ધરપકડ કરી હતી. આ કેસમાં ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગી સામેલ હતા. ભૂતપૂર્વ પ્રધાન અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
વિઝા એપ્લિકેશનમાં બનાવટી દસ્તાવેજોનો ઉપયોગઃ નવાબ મલિકના દીકરા અને વહૂ સામે એફઆઈઆર
RELATED ARTICLES