Homeદેશ વિદેશઈન્દોરમાં આરએસએસ-બજરંગ દળ વિરુદ્ધના પેમ્ફલેટ વહેંચવા બદલ ૧૦ સામે એફઆઈઆર

ઈન્દોરમાં આરએસએસ-બજરંગ દળ વિરુદ્ધના પેમ્ફલેટ વહેંચવા બદલ ૧૦ સામે એફઆઈઆર

ઈન્દોર: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) અને બજરંગ દળ વિરુદ્ધ વાંધાજનક પેમ્ફલેટ વહેંચવા બદલ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં ૧૦ જણ સામે પોલીસે એફઆઈઆર નોંધી છે, એમ એક પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું
હતું.
૪૫ વર્ષની એક મહિલાએ કરેલી ફરિયાદને આધારે આ એફઆઈઆર નોંધવામાં આવી છે, એમ રાવજી બજાર પોલીસ સ્ટેશનના વડા પ્રીતમસિંહ ઠાકુરે જણાવ્યું હતું.
ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૧૫૩-એ હેઠળ (ધર્મને નામે વિવિધ જૂથ વચ્ચે દુશ્મની વધારવા) લગભગ ૧૦ અજાણ્યા શખસો સામે કેસ નોંધવામાં
આવ્યો છે.
આ ફરિયાદમાં એમ જણાવવામાં આવ્યું છે કે ૨૦મી મેની રાતે વહેંચવામાં આવેલા પેમ્ફલેટમાં બજરંગ દળ અને આરએસએસ સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પેમ્ફલેટ વહેંચનારાઓની હજી સુધી ઓળખ થઈ શકી નથી, અમે સીસીટીવીના ફૂટેજને આધારે આરોપીઓને ઓખળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ’ એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
ધર્મ પરિવર્તનનો મુદ્દો હાથ ધરીને આ પેમ્ફલેટ યુવા મહિલાઓને સંબોધીને પ્રગટ કરવામાં આવ્યો છે. આ પેમ્ફલેટને ‘ઓપર લેટર’ ગણાવાયો છે અને પત્રના અંતભાગમાં ‘તમારો વિશ્ર્વાસુ ભાઈ’ એમ લખવામાં આવ્યું હોવાનું આ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
બે દિવસ અગાઉ ઈન્દોર પોલીસે ૨૩ વર્ષના એક યુવાનની ધરપકડ કરી હતી, જેણે એક મહિલા પર બળાત્કાર કર્યો હતો. આ મહિલા સાથે તેનો સંબંધ હતો અને તે આ મહિલા પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હતો. આ પુરુષ સાથે તે મહિલાને ‘ધ કેરાલા સ્ટોરી’ જોયા પછી ઝઘડો થતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -