Maharashtra Crisis latest update: જાણો શું ચાલી રહ્યું છે મહારાષ્ટ્રના રાજકારણમાં, પાંચ વાગ્યે થશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Mumbai: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં છે ત્યારે ફ્લોર ટેસ્ટ સામે સુપ્રીમ કોર્ટે શિવસેનાની અરજી મંજૂર કરી લીધી છે અને આજે સાંજે પાંચ વાગ્યે સુનાવણી થશે. જ્યારે શિંદે જૂથના વકીલે આ અરજીનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સત્ર બોલાવવું અને ફ્લોર ટેસ્ટ કરવા એ સદનનો આંતરિક મામલો છે. કોર્ટનો હસ્તક્ષેપ આમાં અનિવાર્ય નથી.
સુપ્રીમ કોર્ટની આજે સુનાવણી બાદ મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાની સંભાવના નહીવત્ છે. સુપ્રીમ કોર્ટના તમામ રેકોર્ડ પર એકવાર નજર ફેરવીએ તો કોર્ટે ફ્લોર ટેસ્ટ પર કોડ લગાવવાનું કામ અથવા સ્થગિત કરવાનું કામ નથી કર્યું.
ગુવાહાટીની હોટલમાં શિવસેનાના બળવાખોર વિધાનસભ્ય ગુલાબરાવ પાટીલે દાવો કર્યો છે કે લોગો અમારી સાથે છે અને અમે કાલે ફ્લોર ટેસ્ટ જીતીને સરકારની સ્થાપના કરીશું.
મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ થશે કે નહીં એ સાંજે સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ નક્કી થશે, પરંતુ આ પહેલા બળવાખોર વિધાનસભ્યો આજે ગોવા જઈ શકે છે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.

દિપક કેસરકરે આપ્યા ભાજપ સાથે ગઠબંધનના એંધણ
ફ્લોર ટેસ્ટ પહેલા શિંદે જૂથના પ્રવક્તા દીપર કેસરકરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અમે ફ્લોર ટેસ્ટ પહેલા મુંબઈ પહોંચી જશું. અમારા પાસે બે વિકલ્પો છે. પહેલો તો એ કે અમે કોંગ્રેસ-એનસીપી સાથે જઈએ અથવા બીજેપી પાસે. જોકે, અમે કોંગ્રેસ-એનસીપી સાથે જવા માગતા નથી.

આસામને કરી મદદ
પૂરગ્રસ્ત આસામમાં મહારાષ્ટ્રના જે બળવાખોર વિધાનસભ્યો રોકાયેલા છે ત્યાં તેમણે આસામ સીએમ રિલીફ ફંડમાં 51 લાખ રૂપિયાની મદદ કરી હોવાની જાણકારી એકનાથ શિંદેએ આપી હતી.

મુંબઈના મેયરને જાનથી મારી નાંખવાની મળી ધમકી
રાજ્યમાં રાજકીય સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે ત્યારે મુંબઈના મેયર કિશોરી પેડણેકરે દાવો કર્યો છે કે તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. રાયગઢની એક અજાણી વ્યક્તિએ ધમકીભર્યો પત્ર લખ્યો છે અને તેમાં એ લોકો અજિત પવારના સમર્થક હોવાનો દાવો કરી રહ્યા છે. પત્રમાં લખ્યું છે કે, સરકાર પડવા દો, પછી તમને રસ્તા પર લાવીને મારીશું. મુંબઈ પોલીસને આ મામલે ફરિયાદ કરી છે અને પત્ર લખનારે પોતાનું નામ વિજેન્દ્ર મ્હાત્રે જણાવ્યું છે. મુંબઈના મેયરે આ અંગે વધુમાં જણાવ્યું છે કે, હું આવી ધમકીઓથી ડરતી નથી. તેમને જે કરવું હોય તે કરે, હું મારું કામ કરીશ.

શિંદે જૂથના 20 જેટલા નેતાઓ અમારા ટચમાંઃ વિનાયક રાઉત

ઉદ્ધવ ઠાકરેના સમર્થન આપનારા નેતા વિનાયક રાઉતે માતોશ્રીની બહાર આવીને મીડિયા સાથે સંવાદ સાધ્યો હતો અને જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં આગળ શું થવાનું છે તે સ્પ્રીમ કોર્ટના નિર્ણય પર આધાર રાખે છે. બળવાખોર શિંદેના જૂથના 80થી 20 જેટલા વિધાનસભ્ય અમારા સંપર્કમાં છે એવો દાવો પણ તેમણે કર્યો હતો.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.