બોલીવૂડના જાણીતા અભિનેતા કમ મોડલ મિલિંદ સોમનના હેલ્થ ફંડાથી કોઈ અજાણ નથી, પરંતુ તેનાથી નાની ઉંમરની અભિનેત્રી સાથે લગ્ન કરીને લોકોને ચોંકાવી નાખ્યા હતા, ત્યારે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં બિંદાસ્ત બેડરુમ સિક્રેટ વ્યક્ત કરીને ફરી ચર્ચામાં આવી રહ્યા છે.
અગાઉ 53 વર્ષની ઉંમરે મિલિંદે પોતાની 26 વર્ષ નાની અંકિતા કોંવરની સાથે લગ્ન કરીની ચર્ચમાં રહ્યા પછી તાજેતરમાં મિલિંદે પોતાના બેડરુમ સિક્રેટને રિવીલ કરીને લોકોને ચોંકાવી નાખ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં મિલિંદને બેડરુમના સિક્રેટના સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે મને મોટા ભાગના ઈન્ટરવ્યૂમાં આ પ્રકારના સવાલ કરવામાં આવતા નથી. બેડરુમ સિક્રેટનું રહસ્ય વ્યક્ત કરતા તેણે કહ્યું હતું કે અંકિતા સાથેની મારી સેક્સ લાઈફ એકદમ નોર્મલ છે અને હું પોતે પણ મારી જાતને અંકિતાની ઉંમર જેટલી હોવાની માનુ છું. હું દરેક પળને આનંદપૂર્વક માણું છું. એટલું જ નહીં, હું ખૂદ અંકિતા કરતા પણ મારી જાતને વધારે ફીટ માનું છું. મિલિંદ અને અંકિતા બંનેને એકદમ ફીટ માને છે અને બંને પોતાના આરોગ્ય પ્રત્યે વધુ સાવધ છે. કહેવાય છે કે મિલિંદ 57 વર્ષનો છે, પરંતુ તેની ઉંમર 35 વર્ષની લાગે છે. મિલિંદ અને અંકિતાએ 2018માં લગ્ન કર્યાં હતા. બંને એકબીજાને અગાઉ નાઈટ ક્લબમાં મળ્યા હતા. પહેલી મુલાકાતમાં મિલિંદ અંકિતાને પ્રેમ કરવા લાગ્યો હતો, પરંતુ અંકિતાને અગાઉ બોયફ્રેન્ડ હતો. જોકે પહેલી મુલાકાતની ફ્રેન્ડશિપ ગાઢ બની હતી અને અચાનક અંકિતાના બોયફ્રેન્ડનું મોત થયા પછી બંને એકબીજાની નજીક આવ્યા હતા ત્યારબાદ બંને વચ્ચે ડેટિંગનો સિલસિલો શરુ થયો હતો અને 2018માં લગ્ન કર્યાં હતા.
મિલિંદ અને અંકિતાના બેડરુમનું સિક્રેટ શું છે જાણો?
RELATED ARTICLES