કવર સ્ટોરી-પૂજા શાહ

દેશની બહાર બ્રિટનમાં ચૂંટણી યોજાય ત્યારે બહુ ઓછા વર્ગને તેમાં રસ પડે. આજના સમયમાં પણ દેશનો એક બહુ મોટો વર્ગ એવો છે કે જેમને પોતાના ક્ષેત્રના નેતા કે ઉમેદવાર વિશે પણ માહિતી નથી હોતી. થેંક્સ ટુ નરેન્દ્ર મોદી. તેમણે ચૂંટણીને પણ એક હેપનિંગ ઈવેન્ટ બનાવી દીધી છે, જેથી કમ સે કમ લોકો દેશના વડા પ્રધાન કોણ છે તે જાણે છે. તો પછી બ્રિટનની ચૂંટણી આ વર્ષે આટલી રસપ્રદ કેમ બની. જેમને દેશ-વિદેશની ઘટનાઓમાં રસ છે અથવા તો જે જાણે છે કે વિશ્ર્વસ્તરે બદલાતા રાજકીય સમીકરણો ભારત જેવા વિશાળ વસતિ ધરાવતા અને મોટા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય વેપાર-વ્યવહાર ધરાવતા દેશ માટે કેટલા મહત્ત્વના છે, તે તો પળેપળની ખબર રાખે જ છે, પરંતુ બ્રિટનની ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ પર રાજ કરવા ભારતીય મૂળના ઋષિ સુનક પણ રેસમાં હોવાથી ભારત માટે આ જંગ રસાકસીભર્યો રહ્યો. જોકે નિષ્ણાતોનું માનવાનું છે કે સુનકને અમુક ભારતીય મીડિયા દ્વારા મજબૂત દાવેદાર આલેખવામાં આવ્યા હતા, પરંતુ તેઓ જીતથી દૂર હતા. સુનકે બહુ ઓછા મતથી બીજો નંબર હાંસિલ કરતા આ લોકોને ખોટા પાડી દીધા. ખૈર, હવે આ વાત પર પૂર્ણવિરામ મૂકી દઈએ…જો જીતી વહી સિકંદર.
થોડું જાણીએ બ્રિટનની આ ત્રીજી મહારાણી વિશે. માર્ગારેટ થેચર, થેરેસા મે અને હવે લીઝ ટ્રસ.
૪૭ વર્ષીય ટ્રસ ઓક્સફર્ડમાં જન્મ્યાં છે. તેમના પિતા ગણિતના પ્રોફેસર અને માતા નર્સ-શિક્ષિકા રહી ચૂક્યા છે. ફિલોસોફી, પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેઓ કોલેજની લિબરલ ડ્રેમોક્રેટિક બ્રાન્ચના પ્રમુખ બન્યાં હતાં. બે કિશોર વયની પુત્રીના માતા લીઝ એકાઉન્ટન્ટ ઓ લીરી હુગના પત્ની છે. બ્રિટનમાં ૨૦૧૬ના યુરોપિયન યુનિયન માટે મત આપી તેઓ બ્રિટનમાં જ રહ્યા હતા. વિદેશી બાબતોના ખાતાના સેક્રેટરી તરીકે તેઓ રશિયાના યુક્રેન સાથેના યુદ્ધ દરમિયાન ખૂબ જ અગ્રેસર રહ્યા હતા. કોલેજકાળમાં તેમણે ૧૯૯૪માં મોર્નાકીને હટાવી દેવા અંગે લેક્ચર આપ્યું હતું. કેનેબિઝના કાયદાને સમર્થન આપતા તેમણે ફ્રી ધ વીડ નામનું કેમ્પેઈન કર્યું હતું. લંડનમાં આરએએફ ગ્રીનહામ કોમન ખાતે યુએસ ન્યુક્લિયરને અનુમતી આપવાના તત્કાલીન વડાં પ્રધાન માર્ગારેટ થેચરના નિર્ણયનો વિરોધ કરવા તેઓ તેમનાં માતા સાથે જતાં. ટોરી વિચારધારાના એક મજબૂત નેતા મનાતા માર્ગારેટના નિર્ણયનો વિરોધ કરનારા ટ્રસે પોતે તેમનાં જેવા જ નેતા તરીકેની છબિ ઊભી કરી છે. થેચરની જેમ પુશીબો બ્લાઉઝ પહેરવા કે પછી ફર વાળી હેટ પહેરવી કે પછી ટેન્ક ચલાવતા ફોટા મૂકી તેમણે લોકોને પૂરો વિશ્ર્વાસ અપાવ્યો કે તેઓ પણ લોખંડી મહિલા સાબિત થઈ શકે તેમ છે.
૧૯૭૫માં જન્મેલાં લીઝનું આખું નામ મેરી એલિઝાબેથ ટ્રસ હતું, પરંતુ તેમણે પોતાનું પહેલું નામ મેરી ન ગમતું હોવાથી એલિઝાબેથ જ રાખ્યું હતું. તેમનો પરિવાર પછીથી લીડ્સમાં રહેવા ગયો હતો જ્યાં તેમનો શાળાનો અભ્યાસ પૂરો થયો. તેમણે ૧૯૯૬માં ક્ધઝર્વેટિવ પાર્ટીમાં ઝંપલાવ્યું. વર્ષ ૨૦૦૦માં લગ્ન કર્યાં અને ૨૦૦૧માં ટોરી ઉમેદવાર તરીકે હેમ્સવર્થ, વેસ્ટ યોર્કશાયરમાં સામાન્ય ચૂંટણી લડ્યાં, પણ હારી ગયા. ૨૦૦૫માં પણ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો, પણ તેમણે હિંમત ન હારી અને ૨૦૦૬માં કાઉન્સિલર બન્યાં. બે વર્ષ બાદ તેમણે રાઈટ ઓફ સેન્ટર રિફોર્મ થિંક ટેન્ક જોઈન કર્યું. જોકે તેમના જીવનમાં પણ થોડો ઝંઝાવતા આવ્યો. લંડન સિટીના સાંસદ માર્ક ફિલ્ડ તેમના મેન્ટર તરીકે જોડાયા, પરંતુ બન્ને વચ્ચે પ્રેમ સંબંધો પાંગર્યા. માર્ક ફિલ્ડનું બાર વષર્નું લગ્નજીવન તૂટી ગયું. જોકે ટ્રસનું લગ્નજીવન હજુ સુધી ટકી રહ્યું છે. તેમને મોટું નુકસાન એ ગયું કે તેમને ટોરી માટે સુરક્ષિત મનાતી પશ્ચિમ-દક્ષિણની નોરફોલ્ક બેઠક હાથમાંથી જવામાં જ હતી, જોકે તે બાદ પણ ટ્રસે રાજનીતિમાં પોતાનું સ્થાન જમાવી રાખ્યું અને બેઠક મેળવવામાં સફળતા મેળવી, પરંતુ થોડો ધક્કો ચોક્કસ લાગ્યો. વર્ષ ૨૦૧૦માં સાંસદ બન્યાં બાદ શિક્ષણ પ્રધાન, પર્યાવરણ ખાતાનાં સેક્રેટરી તેમ સફર શરૂ થઈ. જોકે લીઝ જાહેરસભાઓને સંબોધવામાં માનતા નથી. તેઓ નાના કાર્યક્રમો કે બંધબારણે થતી બેઠકોમાં જ હાજરી આપતાં હોય છે. આ સાથે કેબિનેટમાં બનતી ઘટનાઓ
બહાર લાવવા માટે પણ તેઓ જાણીતા છે.
૨૦૧૯માં બોરિસ જોન્સનને સમર્થન આપવાનું પહેલું સૂચન તેમનું જ હતું. તેમનામાં રાજકીય રીતે જે તે વ્યક્તિ કે પક્ષના આગળના ભવિષ્ય વિશે જાણવાની કે યોગ્ય અનુમાન લગાવવાની કુનેહ છે. બોરિસના વડા પ્રધાન બન્યા બાદ ટ્રસને ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી બનાવવામાં આવ્યા
હતા
જેથી તેમને આખા વિશ્ર્વનું ભ્રમણ કરવા મળે અને વિશ્ર્વ કક્ષાના રાજકીય નેતાઓ અને ઉદ્યોગજગતના સાહસિકોને મળવાનો મોકો મળ્યો. ૨૦૨૧માં બ્રિટન સરકારમાં સૌથી મોટી પોસ્ટ ફોરેન સેક્રેટરીની મળી. યુક્રેન વોર દરમિયાન પુતીનની ટીકા કરી તેમણે લોકોનું ધ્યાન ખેંચ્યું બે બ્રિટિશ-આરેનિયન નાગરિકને છોડાવવામાં તેમને મળેલી સફળતાએ પણ તેમના મજબૂત વ્યકિત્વનો પરિચય આપ્યો.
જોકે લીઝ માટે આ પદ મળ્યા પછીના પડકારો ઓછા નથી અને વારંવાર તેણે પોતાની મજબૂતાઈ સાબિત કરવી પડશે. આર્થિક રીતે તૂટી રહેલા બ્રિટેનને બેઠા કરવા સાથે ઘણા વૈશ્ર્વિક અને સ્થાનિક પડકારો તેમની સામે ઊભા હશે, ત્યારે લીઝબેન ધ્યાન રાખજો…બહુત કઠીન હૈ ડગર પનઘટ કી… ઉ

Google search engine