Homeદેશ વિદેશફોર્બ્સની લિસ્ટમાં ટોપ-100 તાકાતવર મહિલામાં છ ભારતીયને મળ્યું સ્થાન

ફોર્બ્સની લિસ્ટમાં ટોપ-100 તાકાતવર મહિલામાં છ ભારતીયને મળ્યું સ્થાન

ફોર્બ્સે 100 સૌથી વધુ તાકાતવર મહિલાઓનું લિસ્ટ બહાર પાડ્યુ છે, જેમાં દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, બાયોકોનના કાર્યકારી ચેયરપર્સન કિરણ મજૂમદાર-શો અને Nykaaની સંસ્થાપક ફાલ્ગુની નાયરને જગ્યા મળી છે. આ વાર્ષિક લિસ્ટમાં કુલ 6 ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું છે. સીતારમણ આ વખતે 36માં સ્થાન પર રહ્યા છે અને તેમને સતત ચોથી વખત આ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે. આ પહેલા 2021માં તે 37માં સ્થાન પર રહ્યા હતા. 2020માં તે 41માં અને 2019માં 34માં સ્થાન પર હતા.
ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ મુજબ આ વર્ષે મજૂમદાર-શો 72માં સ્થાન પર છે. જ્યારે નાયર 89માં સ્થાન પર છે. લિસ્ટમાં સામેલ બીજા ભારતીયોમાં HCL ટેકની ચેયરપર્સન રોશની નાદર મલ્હોત્રા 53માં સ્થાન પર છે. સેબીના ચેયરપર્સન માધવી પુરી બુચ 54માં અને સ્ટી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેયરપર્સન સોમા મંડલ 67માં સ્થાન પર સામેલ છે.
આ લિસ્ટમાં 39 સીઈઓ અને 10 રાષ્ટ્રધ્યક્ષ સામેલ છે. તે સિવાય તેમાં 11 અરબપતિ સામેલ છે. જેમની કુલ સંપતિ 115 અરબ ડોલર છે. ફોર્બ્સ વેબસાઈટ મુજબ 41 વર્ષના મલ્હોત્રા એચસીએલ ટેકના તમામ રણનીતિક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રકારે બૂચ સેબીની પ્રથમ મહિલા અધ્યક્ષ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular