કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને સોમવારે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને એવું જણાવવામાં આવ્યું છે કે સીતારમણને હોસ્પિટલના ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યા છે. 63 વર્ષીય સીતારમણને બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને રૂટીન ચેકઅપ માટે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગઈકાલે જ, નાણા પ્રધાન સીતારામણે દિલ્હીમાં ‘સદૈવ અટલ’ ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તાજેતરમાં, તમિલનાડુની એક યુનિવર્સિટીમાં એક દીક્ષાંત સમારોહ દરમિયાન, નાણાપ્રધાને જણાવ્યું હતું કે ભારત વિશ્વની ફાર્મસી તરીકે ઓળખાય છે કારણ કે દેશ સસ્તા ખર્ચે વૈશ્વિક સ્તરની દવાનું ઉત્પાદન કરે છે. વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે ભારત આફ્રિકામાં જેનરિક દવાઓની માંગના 50%, યુએસમાં જેનરિક દવાઓની માંગના 40% અને યુકેમાં તમામ દવાઓની માંગના 25% પુરવઠો પૂરો પાડે છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ AIIMSમાં દાખલ, ખાનગી વોર્ડમાં તપાસ ચાલી રહી છે
RELATED ARTICLES