પત્રાચાલ પ્રકરણે શિવસેના સાંસદ સંજય રાઉતના નિવાસસ્થાને નવ કલાક તપાસ કર્યા બાદ ઈડીએ તેમને તાબામાં લીધા છે. રાઉતના ઘરે આજે સવારે ઈડી અધિકારીઓની ટીમ પહોંચી હતી અને રેડ પાડી હતી.
દરમિયાન ભાંડુપ સ્થિત તેમના ઘરે પણ ઈડીના અધિકારીઓ પહોંચ્યા હતાં. સવારથી ચાલી રહેલી તપાસને કારણે તેમના નિવાસસ્થાનની બહાર સેંકડો શિવસૈનિકો ભેગા થયા હતાં અને મોદી સરકારના વિરોધમાં નારેબાજી કરી હતી. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર રાઉતને ઈડીએ પોતાના તાબામાં લીધા છે.