Bollywood Film Producer સાવન કુમાર ટાંકનું નિધન

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

બોલિવૂડ ફિલ્મ નિર્માતા સાવન કુમાર ટાકનું ગુરુવારે મુંબઈમાં નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. તેમના ભત્રીજા નવીને જણાવ્યું હતું કે, “સાવનજીને આજે સાંજે 4:15 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી તેમનું મૃત્યુ થયું હતું. આજે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બોલીવૂડના પ્રસિદ્ધ લેખક અને નિર્માતા સાવન કુમાર ટાકને તેમની ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાવન કુમાર ટાક હાલમાં મુંબઈના અંધેરી ખાતે આવેલી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સાવન કુમાર ટાક છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેમને ફેફસાની બિમારી ઉપરાંત હાર્ટની પણ બીમારી હતી. ટાકે સલમાન ખાન સહિત બોલિવૂડના ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. સાવન કુમાર ટાકના નિધનના સમાચાર પવનની જેમ ફેલાઈ રહ્યા છે. તેમનાનિધનના સમાચાર જાણી તેમના ચાહકો સહિત બોલીવૂડ પણ સ્તબ્ધ થઇ ગયું છે.

સાવન કુમારે પોતાની કરિયરમાં મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. નિર્માતા તરીકે, તેમણે તેમની પ્રથમ ફિલ્મ નૌનિહાલ બનાવી હતી. આ ફિલ્મમાં સંજીવકુમાર મુખ્ય ભૂમિકામાં હતા. ડિરેક્ટર તરીકે તેમણે તેમની પ્રથમ ફિલ્મ માટે મીના કુમારીને પણ અભિનેત્રી તરીકે કાસ્ટ કરી હતી. દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ 1972માં આવેલી ‘ગોમતી કે કિનારે’ હતી.

આ સિવાય તેમને જે ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન કરવાનો શ્રેય આપવામાં આવે છે તેમાં હવસ, સૌતન, સાજન બિન સુહાગન, સનમ બેવફા, બેવફા સે વફા, ખલનાયકા, મા, સલમા પે દિલ આ ગયા, સનમ હરજાઈ, ચાંદ કા ટુકડા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.સાવન કુમાર મહિલાલક્ષી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. સાવન કુમાર ટાકે સંજીવ કુમાર તેમજ મીના કુમારી, રાજેશ ખન્ના, જીતેન્દ્ર, શ્રીદેવી, જયા પ્રદા અને સલમાન ખાન જેવા તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે અને હિટ ફિલ્મો આપી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.