લોકપ્રિય ફિલ્મમેકર મણિ રત્નમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે ચેન્નઈની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતાં તેમની પત્ની સુહાસિનીએ જણાવ્યું હતું કે, મણિ રત્નમની તબિયત સારી છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ પોતાની ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત હતા.
મણિ રત્નમની અપકમિંગ ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’ છે. આ ફિલ્મનું ટીઝર 8 જુલાઈના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ પર તેઓ છેલ્લાં 10 વર્ષથી કામ કરે છે. આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે. ફિલ્મનું મ્યૂઝિક એ આર રહમાને આપ્યું છે, ઐશ્વર્યા લીડ રોલમાં છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.
