‘કાલી’ ડોક્યુમેન્ટરીના પોસ્ટર પર વિવાદ: મહાકાળી માતાને સિગારેટ પીતા જોઈને યુઝર્સ ભડક્યા, ફિલ્મમેકરની ધરપકડ કરવાની માગ કરી

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

ભારતીય ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઇની ડોક્યુમેન્ટરી ‘કાલી’નું પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યુ છે. પોસ્ટર જોઇને હિન્દુ ધર્મથી જોડાયેલા લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. આને લઇને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થઇ ગયો છે. આ પોસ્ટરમાં મહાકાળી માતાનુ અપમાન કરવામાં આવ્યું છે. દેવીને આપત્તિજનક સ્થિતમાં દેખાડવામાં આવતા યૂઝર્સે લીનાને આડે હાથ લીધી છે. અનેક યૂઝર્સે પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ટેગ કરીને ફિલ્મ મેકરની ધરપકડ કરવાની માંગ કરી છે.

લીનાએ તાજેતરમાં જ ટ્વવિટર પર તેની ડોક્યુમેન્ટરી કાલીનું પોસ્ટર શેર કર્યુ છે. આ પોસ્ટર સાથે તેણે જાણકારી આપે છે કે તે ઘણી એક્સાઇટેડ છે, કારણ કે તેની ડોક્યુમેન્ટરીનું પોસ્ટર કેનેડા ફિલ્મ ફેસ્ટિવલમાં લોન્ચ થયુ છે. આ પોસ્ટરમાં માતા મહાકાળીને સિગરેટ પીતા દેખાડવામાં આવ્યા છે. સાથે જ દેવીની વેશભૂષામાં આર્ટિસ્ટના એક હાથમાં ત્રિશૂલ, તો એક હાથમાં એલજીબીટીક્યૂ સમુદાયનો પ્રાઇડ ફ્લેગ નજરે ચડી રહ્યો છે. આ જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સ ભડકી ગયા છે.

કાલી ડોક્યુમેન્ટરીનું પોસ્ટર જોઇને યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે દરરોજ હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. આ લોકો આપણા ધીરજની કસોટી લઇ રહ્યા છે. અન્ય એક યૂઝરે અમિત શાહથી લઇને પીએમઓને ટેગ કરીને ફિલ્મ મેકર વિરુદ્ધ કડક પગલા લેવાની માગણી કરી છે. કેટલાંક યુઝર્સે સવાલ કર્યો હતો કે શું આ લોકો બીજા ધર્મના ભગવાનને પણ આ રીતે બતાવી શકે છે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.