અટલ બિહારી વાજપેયી પર બનશે બાયોપિક, ફિલ્મ જોવા ચાહકોને એક વર્ષ કરવો પડશે ઈંતેજાર

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

Mumbai: ભારતના મહાન નેતા, પ્રસિદ્ધ કવિ, લેખક અને પૂર્વ વડા પ્રધાન એવા અટલ બિહારી વાજપેયીના જીવનને પણ ફિલ્મી પડદે દર્શાવવાની તૈયારીઓ થઈ રહી છે. વિનોદ ભાનુશાલી અને સંદીપ સિંહે ભાજપના સહ સંસ્થાપક અને વરિષ્ઠ નેતાના જીવન પર લખાયેલા પુસ્તક ધ અન્ટોલ્ડ સ્ટોરી વાજપેયીઃ પોલિટિશિયન એન્ડ પેરાડોક્સના રાઈટ્સ ખરીદી લીધા છે. ફિલ્મનું નામ મેં રહું યા ના રહું, યે દેશ રહેના ચાહિયેઃ અટલ.

આ ફિલ્મને લઈને નિર્માતા વિનોદ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, હું પહેલેથી જ અટલજીનો સૌથી મોટો પ્રશંસક રહ્યો છું. એક જન્મજાત નેતાનું રાષ્ટ્ર નિર્માણ માટેનું યોગદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે.

સંદિપ સિંહે પણ કહ્યું હતું કે, ભારતીય ઈતિહાસમાં અટલ બિહારી વાજપેયી એવા નેતા હતાં જેમના શબ્દોએ દુશ્મનોના પણ દિલ જીતી લીધા હતાં. તેમણે સકારાત્મક રૂપે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું અને પ્રગતિશીલ ભારતનું પ્રિંટ તૈયાર કર્યું હતું. એક નિર્માતા તરીકે મને લાગે છે કે સિનેમા આવી અનકહી વાર્તાને પ્રસ્તુત કરવાનું સૌથી સારું માધ્યમ છે. ફિલ્મનું શૂટિંગ 2023ની શરૂઆતમાં થશે અને ફિલ્મ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 99મી જયંતિ એટલે કે આવતા વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.