મુંબઈઃ શુક્રવારે ગોરેગાંવ ફિલ્મ સિટીમાં એક ટીવી સિરિયલના સેટ પર ભીષણ આગ ફાટી નીકળી હોવાની માહિતી આવી રહી છે. આ આગમાંથી કેટલાક કલાકારોને સુખરૂપ બહાર કાઢી લેવામાં આવ્યા છે, પણ હજી વધુ કલાકારો અટવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
મુંબઈના ગોરેગાંવ ખાતે ફિલ્મ સિટીમાં ફિલ્મો અને ટીવી સિરિયલોનું શૂટિંગ થતું હોય છે. આ શૂટિંગ દરમિયાન ઉપયોહમાં લેવામાં આવતા ગેસ સિલિન્ડરને કારણે સિરીયલના લાકડાના સેટ પર આગ લાગી ગઈ હતી. આ આગમાં આખો સેટ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતાં મુંબઈ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આગમાં હજી સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નહોતી.
ફિલ્મ સિટીમાં ટીવી સિરીયલના સેટ પર ફાટી નીકળી આગ#BREAKING #WATCH #Fire #FilmCity #Goregaon #Mumbai
READ HERE: https://t.co/IJrk7fvJxw pic.twitter.com/tYG6TN0amt
— Mumbai Samachar Official (@Msamachar4u) March 10, 2023