૭૨ કલાકમાં ખાડા નહીં પૂર્યા તો અધિકારી જવાબદાર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં તો રસ્તાની હાલત ખરાબ છે, સાથે જ મહારાષ્ટ્રમાં પણ ઠેર ઠેર રસ્તાઓની હાલત દયનીય છે. રાજ્યમાં રસ્તાઓની હાલત જોઈને શિંદે-ફડણવીસ સરકારે ૭૨ કલાકમાં રસ્તાના ખાડા પૂરવાનો નિર્ધાર જાહેર કર્યો છે. તે માટે બહુ જલદી ઍપ તૈયાર કરવામાં આવવાની છે. આ નિર્ણય ફક્ત સાર્વજનિક બાંધકામ ખાતા પૂરતો મર્યાદિત નહીં રહેતા પૂરા રાજ્ય માટે લાગુ પડશે એવી જાહેરાત રાજ્યના સાર્વજનિક બાંધકામ પ્રધાન રવીન્દ્ર ચવ્હાણે કરી છે. ખાડા પડવાના ૭૨ કલાકમાં તે ભરવામાં આવ્યો નહીં તો ત્યાર બાદ જે થશે તે માટે સંબંધિત અધિકારી જવાબદાર હશે. રસ્તાની દેખરેખ અને સમારકામ માટે કરોડો રૂપિયાનું ભંડોળ રાખવામાં આવે છે. આ પૈસાનો સદ્ઉપયોગ થવો જ જોઈએે એવું પણ સાર્વજનિક બાંધકામ ખાતાના પ્રધાને કહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.