Homeસ્પેશિયલ ફિચર્સપતિની લડાઈ એકલા હાથે લડતી: હિના ઠક્કર

પતિની લડાઈ એકલા હાથે લડતી: હિના ઠક્કર

અમે ગ્રાહકોને કેબલ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડ કરીએ છીએ. સાયનથી લઇને મુલુંડ તથા દહિસરથી, નવી મુંબઇ સીધી અમારા ગ્રાહકો છે. દરેક મહિને અમારા નવા ગ્રાહકોમાં આશરે ૭૫૦ લોકો જોડાય છે, જે અમારી બ્રાન્ડ વેલ્યૂ અને ગ્રાહકોનો અમારામાં વિશ્ર્વાસ દર્શાવે છે.

મહિલાઓ પુરુષ સમોવડી ગણાય છે, પરંતુ તે જ મહિલા જ્યારે પત્ની સ્વરૂપે હોય અને પોતાના પતિનો હક છીનવાઈ જતો પોતાની નજરે જોતી હોય ત્યારે તે ખરેખર એક યોદ્ધા તરીકે ઊભરી ઓ છે. ઘાટકોપરમાં છેલ્લા ૩૦ વર્ષથી કેબલનો વ્યવસાય કરાનારા રાજેશ કેબલના પરેશ ઠક્ક્રની પત્ની હિના ઠક્કર પણ એવા જ એક યોદ્ધા છે. આ અંગે રાજેશ કેબલના પરેશ ઠક્કરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી ઘાટકોપરમાં કેબલનો વ્યવસાય અમે કરી રહ્યા છીએ. જેમાં અમે ગ્રાહકોને કેબલ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડ કરીએ છીએ. સાયનથી લઇને મુલુંડ તથા દહિસરથી, નવી મુંબઇ સુધી અમારા ગ્રાહકો છે. દરેક મહિને અમારા નવા ગ્રાહકોમાં આશરે ૭૫૦ લોકો જોડાય છે, જે અમારી બ્રાન્ડ વેલ્યૂ અને ગ્રાહકોનો અમારામાં વિશ્ર્વાસ દર્શાવે છે. અમારી કંપનીમાં અમે બ્રોડ બેન્ડ, વાઇ-ફાઇ, એફટીટીએચ, લાઇવ ઇવેન્ટ જેવી સર્વિસ અમારા ગ્રાહકોને પૂરી પાડીએ છીએ. અમારા ગ્રાહકોની સેવા માટે અમે ૨૪ કલાક અવેલેબલ હોઇએ છીએ. હાલમાં અમારી સાથે પંદર હજારથી વધુ સંતુષ્ટ ગ્રાહકો જોટાયેલા છે. કેટલાક વર્ષ પહેલા ઘાટકોપરવાસીઓને વધુ સુવિધા આપવા માટે અમે હેથવે કેબલ ડેટાકોમ લિમિટેડ સાથે દા ચારમાંથી ત્રણ જણા ગુજરાતી છે. ગાંધીજી, સરદાર પટેલ અને નહેરુ વિશે ૧૪૦ કરોડ ભારતીયોમાંથી કોઈ પણ અજાણ નથી, પરંતુ આમાંના ચોથા અને સૌથી મહત્ત્વના પાયા એવા કનૈયાલાલ મુનશી સાથે જોડાણ કર્યું અને નવી કંપનીમાં રાજેશ કેબલના ૪૯ ટકા અને હેથવેના ૫૧ ટકા એમ કરીને ધંધાની શરૂઆત કરી. શરૂઆતના વરસોમાં બધું બરાબર રહ્યું પરંતુ પછીથી સમસ્યાઓ ચાલુ થઈ ગઈ. તે સમયે કેબલ માટે અલગ અલગ પ્રાઇસની એક પેકેજ સિસ્ટમ હતી અને પછીથી એચ.સી.ડી.એલ.ના માણસો દ્વારા ગમે ત્યારે મન ફાવે તેમ કોઈની પણ ચેનલો બંધ કરી નાખવામાં આવતી અને જવાબ અમારે આપવો પડતો અને ગ્રાહક અમારાથી નારાજ થતો. વળી સમગ્ર ઘાટકોપર અને તેની આસપાસના વિસ્તારમાં હેથવેને કોઈ ઓળખતું ન હતું, બધા જ ગ્રાહકો માત્ર અમારી વિશ્ર્વસનીયતાને કારણે જોડાયા હતા.
આવી જ રીતે તેમણે એક દિવસ એક સાથે દસ હજાર લોકોના બોક્સ એક સાથે બંધ કરી દીધા એ પણ દિવાળીના સમયે અને એમ કહેવામાં આવ્યું કે આ બધા ગ્રાહકોના કોઈ ફોર્મ નથી ભરાયા જયારે બોક્સના બોક્સ ભરીને ફોર્મ ભરેલા પડ્યા હતા અને આ બધાના લીધે અમારા ત્યારે ત્રણ હજારથી વધુ ગ્રાહકો ચાલ્યા ગયા હતા. આવી જ રીતે અનેક વાર અમને અને ગ્રાહકોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને આની ફરિયાદ અમે અનેક વાર કરી પણ કોઈ રિસ્પોન્સ ના સાંપડ્યો અને અમારી શાખ પર જોખમ આવી ગયું, નાછૂટકે અમે અલગ થઈ ગયા.
ત્યાર બાદ એ કંપની દ્વારા અમારા ગ્રાહકો પચાવી પાડવા માટે
અવનવી તરકીબો અજમાવવામાં આવી. કેબલના વાયરો કપાવી
નાખવા, મારી સામે ખોટી ફરિયાદો વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાવવી, અમારા વિસ્તારમાં માત્ર ૧૦૦ રૂપિયામાં અમારા ગ્રાહકોને કનેક્શન આપવા.
બસ આ બધું થઈ રહ્યું હતું ત્યારે એન્ટ્રી થઈ પરેશ ઠક્કરના પત્ની હીના ઠક્ક્રની. પોતાના પતિના પડખે ઊભા રહી આ લડાઈ લડવાનો હિમ્મતવાન નિર્ણય કર્યો હીના ઠક્કરે.
તેઓ જણાવે છે કે, રોજે રોજ મારા પતિને કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે ધક્કા ખવડાવવાનું શરૂ થયું, આને કારણે અમારા ધંધાને અસર પડવા માંડી, જોકે સમગ્ર ઘાટકોપરમાં રાજેશ કેબલની એક શાખ છે, ઘાટકોપરવાસીઓનો વિશ્ર્વાસ અમારી પડખે છે ત્યારે મેં મારા પતિ સાથે મળીને આ લડાઈ લડવાનો નિર્ણય કર્યો. મારા પતિ જ્યારે નાસીપાસ થઈને ધંધો બંધ કરવાનો વિચાર કરતા હતા તે સમયે મેં તેમને કહ્યું કે હવે આપણે આ લડાઈ લડવી છે. સમગ્ર ઘાટકોપર અને તેની આસપાસના લોકો આપણી સાથે છે.
આપણે છેલ્લા ત્રણ દાયકામાં ક્યારેય કોઈ સાથે કશું ખોટું કર્યું નથી, તો ભલે મોડે તો મોડે પણ જીત તો આપણી જ થશે અને મારો વિશ્ર્વાસ સાર્થક કર્યો અમારા ઘાટકોપરવાસીઓએ, જેઓ આવા કપરાં સમયમાં ૧૦૦ કેબલ કનેકશન છોડીને અમારી સાથે ઊભા રહ્યા, હવે અમે કંપની સામે લડાઈ આદરી દીધી, હું મારા પતિ સાથે સમગ્ર કામની વહેંચણી કરી લઉં છું, જે કાયદાકીય બાબતોમાં એમને જવું પડે તેમ હોય ત્યાં એ જાય છે, બાકીનું કામ હું સંભાળી લઉં છું. વળી આ અરસામાં જ મારા પુત્ર ઋષભ અને દીકરી કિંજલના લગ્ન થઈ ગયા હોવાથી હું મારી પારિવારિક જવાબદારીમાંથી થોડી મુક્ત થઈ અને હવે મેં નિર્ધાર કર્યો છે કે મારા પતિને હેરાન કરીને અમારો બિઝનેસ પચાવી પાડવાનો કારસો જે પણ રચતા હોય તેને મારે આકરો જવાબ આપવો છે.
છેલ્લા કેટલાક સમયમાં હીના ઠક્કર પોતે કેબલ ઓપરેટરોને મળે છે, રાજેશ કેબલના ગ્રાહકોને મળે છે, સૌની ફરિયાદ સાંભળે છે, નાસીપાસ થઈ ગયેલા પોતાના સ્ટાફને ભેગો કરી લડવાની હાકલ કરે છે, હીના બહેન કહે છે ધંધામાં નુકસાન ભલે અમે અત્યારે સહન કરતા હોઈએ, પરંતુ જે ઘાટકોપરવાસીઓએ અને આસપાસના વિસ્તારના અમારા ગ્રાહકોએ અમારા પર વિશ્ર્વાસ રાખ્યો છે એ તૂટવા નહીં દઈએ, હા અમે લોકોને અમારી વાત સમજાવીએ છીએ કે અમારા જ જૂના કેટલાક સ્ટાફના લોકોને લઈને કંપનીઓવાળા અમને હેરાન કરે છે અને જ્યાં ત્યાંથી વાયરો કાપવાનું કામ કરે છે જેથી લોકો પરેશાન થઈ નાછુટકે અમારું કેબલ ક્નેક્શન કાપી અને બીજી કંપનીનો હાથ પકડે, પરંતુ અમારો ભગાવન અમારી સાથે છે અને અમે લોકોને સમજાવી શક્યા છીએ એ વાતનો સંતોષ છે.
વળી અમે દરરોજ અમારા તમામ કર્મચારીઓને પણ મોટીવેટ કરીએ છીએ કે આ લડાઈ ભલે લાંબી હોય પરંતુ આપણે સાચા છીએ અને જ્યારે જીતશું ત્યારે કંઈક કર્યાનો, ખોટા લોકોને સબક શીખડાવવાનો અને પોતાના હક માટે સતત લડવાનો એક સંતોષ હશે બસ.
સલામ છે આવી મહિલાને જે પોતાન ઘર અને પતિ પર આવેલી મુસીબત ખાળવા એકલાહાથે ઝઝૂમી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular