પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું હતું કે કસ્બા વિધાનસભાની પેટાચૂંટણી કલમ ૩૭૦ને હટાવવાનો આનંદ ઉજવનારા અને તેનો વિરોધ કરનારા લોકો વચ્ચેની વૈચારિક લડત છે. કસ્બા મતદારસંઘની ૨૬મી જાન્યુઆરીએ પેટાચૂંટણી છે.
આ લડાઈ ફક્ત ભાજપના હેમંત રાસણે અને કૉંગ્રેસના રવીન્દ્ર ધંગેકર વચ્ચે નથી. કસ્બા હિન્દુત્વવાદી મતદારસંઘ છે. હવે આ લડત બંધારણની કલમ ૩૭૦ને રદ કરવાની પ્રશંસા કરનારા અને જેમણે આ પગલાંનો વિરોધ કર્યો હતો તેમની વચ્ચે છે.
૩૭૦મી કલમને હટાવવાનો આનંદ ઉજવનારા અને વિરોધ કરનારા વચ્ચેની લડત : ફડણવીસ
RELATED ARTICLES