Homeઈન્ટરવલલગ્નખર્ચના પંદર ટકા હનીમૂન પાછળ વપરાતા હોય છે

લગ્નખર્ચના પંદર ટકા હનીમૂન પાછળ વપરાતા હોય છે

છેક પાંચમી સદીથી હનીમૂન પ્રથા

ઔર યે મૌસમ હંસીં…-દેવલ શાસ્ત્રી

મોટાભાગની હિન્દી ફિલ્મો હીરો હિરોઇન મળી ગયા એટલે ફિલ્મ પૂરી… ઇવન અમર પ્રેમકથાઓમાં લગ્ન પછીની કહાની લખાણી નથી. હકીકત તો એ છે કે આપણે ત્યાં હીરો હિરોઈન મળે પછી જ ખરી ફિલ્મ શરૂ થાય…. એ ફિલ્મનો પહેલો અંક એટલે હનીમૂન…
આજકાલ કરવા કોરોનાનું રોવાનું પડતું મૂકીને મેરેજ સીઝન શાનદાર ઉપડી છે. વિદેશથી આવતા મહેમાનોને હવે ઇન્ડિયન કોવિડનો ડર રહ્યો નથી. લગ્ન થયા કે નવદંપતિનું એક જ ટેન્શન હોય છે, હનીમૂન…
પશ્ર્ચિમમાં પ્રેમની પ્રપોઝલ મૂકવા માટે ડિસેમ્બર આઇડિયલ મહીનો ગણાય છે. જો કે બધી પ્રપોઝલ લગ્નમાં ફેરવાતી નથી. પ્રપોઝલ અને લગ્ન વચ્ચે સમય કેટલો પસાર થાય છે એ તો ઉપરવાળો જાણે પણ એવરેજ નવદંપતી ચાર મહિના પહેલાં હનીમૂન પ્લાન કરે છે.
સૌથી આશ્ર્ચર્યની એ વાત છે કે પ્રતિ ચાર કપલમાંથી એક જ પોતાના સ્વપ્નના સ્થળ પર જઇ શકે છે. એ પણ હકીકત છે કે સોશિયલ મીડિયાની જાહેરાત જોઇને ભાગ્યે જ હનીમૂન ડેસ્ટિનેશન નક્કી
થાય છે.
આજકાલ તો હનીમૂન એક્સપર્ટ એવી પણ સલાહ આપે છે કે હનીમૂન દરમિયાન લગેજ ઓછું રાખો. ભારે લગેજ લઇને ઝઘડાની શરૂઆત થાય છે. ખાસ એક સૂચના પણ આપે છે કે તમે જે વિસ્તાર કે દેશમાં ફરવા માટે જાઓ તે વિસ્તારની પરંપરાઓને સન્માન આપતા શીખો.
આમ તો હનીમૂનનો રિવાજ પાંચમી સદીથી આવે છે. એ યુગમાં મધ આધારિત ડ્રિંક્સ મિન્સ આલ્કોહોલિક લિક્વિડ નવદંપતીઓ પીતા. ચંદ્ર એટલે કે રાત્રિઓ નવદંપતીઓના જીવન સાથે જોડાયેલી છે. મધના ડ્રિંક્સ અને મૂનની રાત્રિ ભેગી થઈ, નવો શબ્દ આવ્યો હનીમૂન. એ યુગમાં ક્ધયાનું હરણ અને અપહરણ પણ થતાં, ડ્રિંક્સના નશામાં ક્ધયા માતૃત્વ સુધી પહોંચતી.
સરવાળે દંપતીના બંને પક્ષોને સલામત લગ્નજીવન લાગતું. આ ભાગાભાગીથી હનીમૂનનો રિવાજ આવ્યો હોવાનું માનવામાં આવે છે.
એકાદ સદી પહેલાં હોની મૂન શબ્દ પ્રચલિત હતો. એક ઓર અભ્યાસ અનુસાર, યુરોપના કેટલાક દેશોમાં લગ્ન સમારંભમાં મહેમાન પહોંચી શક્તા ન હતા, આ મહેમાનોને મળવા નવદંપતી તેમના ઘરે જતું… આમ લગ્ન પછી ફરવાનો કે રખડવાનો યુગ આવ્યો. જેમાં મહેમાનોને ઘરે જસ્ટ મેરિડનો પરિચય સાથે ખાસ પ્રાઇવસી મળવા લાગી. સગાવહાલાઓના ઘરે જવાની શરૂ થયેલી પ્રથા આધુનિક યુગમાં ફોટોગ્રાફરને પણ સાથે રાખીને ફરવા સુધી પહોંચી છે….
હનીમૂન પણ સમાજસેવી બનાવવાનો ટ્રેન્ડ ચાલે છે, હનીમૂન પર ગામડામાં જઇને થોડા સમય માટે શક્ય એટલી ઓછી જરૂરિયાત સાથે જીવન જીવવાની પરંપરા પણ વિકસી રહી છે, જેમાં દંપતીને વાસ્તવિક અનુભવો જોવાના અને શીખવાના મળે છે. ભારતમાં આ પરંપરા માટે હજી સમય છે…
હા, એડવેન્ચર હનીમૂન હવે ભારતમાં પણ પ્રવેશી ચૂક્યા છે. હિમાલય રખડવું કે કાર લઇને અજાણ્યા વિસ્તાર સર કરવા… ધીમે ધીમે નવો ટ્રેન્ડ
આવ્યો છે.
એડવેન્ચર હનીમૂન પર દંપતી એકલાં જતાં નથી, મિત્રો સાથે હોય છે… પણ યુરોપમાં આ પ્રકારના હનીમૂનમાં માતાપિતા સાથે રાખવાનો ટ્રેન્ડ આવ્યો છે… વડીલો સાથે હોય તો કમસેકમ નવદંપતીને એટલું તો ખબર પડે કે કેટલું રિસ્ક લેવાય… જો કે હજી એવા વડીલોની ફોજ ભારતમાં તૈયાર થવા માટે બે એક જનરેશન જશે…
હા, હનીમૂન માટે એક અભ્યાસ મહત્ત્વનો છે… ભારત હોય કે મોડર્ન દેશો… ક્યાં ફરવા જવું એ ચોઇસ મોટેભાગે પુરુષોની હોય છે, પણ દરિયા કિનારે કે પહાડીઓમાં જવું એ સ્વપ્ન મોટેભાગે કોડીલી ક્ધયાઓ જ નક્કી કરતી હોય છે.
સરેરાશ દંપતીઓ માટે વિશ્ર્વભરમાં હનીમૂન તબક્કો દોઢથી બે વર્ષનો માનવામાં આવે છે. મતલબ કે ખૂબીઓ ધીમે ધીમે ખામીઓમાં પરિવર્તિત થવા લાગે છે. હનીમૂન સમયગાળામાં મહત્ત્વના નિર્ણયો લેવા હિતાવહ હોતા નથી, માણસનું મન એગ્રેસન અનુભવતું હોવાથી મિલકત ખરીદવા, મોટા સાહસ કરવા, નોકરીઓમાં અકારણ ફેરબદલ કે જીવનસાથી સાથે ઝઘડા કરવા નહીં…
આમ પણ હનીમૂન તબક્કો પૂરો થશે એટલે જીવનસાથી પરત્વે રસ ઘટવા લાગશે, ટૂંકા ગાળાના સંબંધો ધીમી ગતિએ લાંબા ગાળા માટે પરિવર્તિત થવા લાગશે. એ જ સમય દરમિયાન સૌથી વધુ મતભેદો થતાં હોય છે અને વાત છેક ડિવોર્સ સુધી પહોંચતી હોય છે…. ઇન શોર્ટ, લગ્ન પછીના બે ત્રણ વર્ષ સાચવી લેવા… પછી ટેવાઈ જવાશે.
વિશ્ર્વભરમાં લગ્ન પછીના એક અઠવાડિયામાં ફરવા જવાવાળા દંપતીઓ લગભગ ૭૫% છે… કોરોનાની નવી ધમકીઓ વિશ્ર્વભરના પ્રવાસીઓની મજા બગાડી રહ્યું છે.
વિશ્ર્વભરમાં એવરેજ હનીમૂન સાત દિવસનું હોય છે, વધુમાં વધુ પંદર દિવસ… બહુ લાંબુ ફરવા કરતાં પ્રથમ બે વર્ષમાં ટુકડાઓમાં ફરવું વધુ સારું…
એવરેજ હનીમૂનનો ખર્ચ કેટલો થતો હોય છે? લગ્નના ખર્ચના દશથી પંદર ટકા જેટલો ખર્ચ નવદંપતીઓ કરતા હોય છે. વિશ્ર્વભરના દંપતીઓના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે હનીમૂન માટે મોટેભાગે દરિયા કિનારા જ પસંદ કરવામાં આવે છે, ભારતમાં ગોવા દંપતીઓની પહેલી પસંદ છે.
આમ તો ૯૯% દંપતીઓ લગ્ન પછી જ હનીમૂન પર જાય છે, બાકીના ૧% આપણા પરિચયમાં આવ્યા નથી. કોવિડ સમયમાં હનીમૂન માર્કેટ પર અસર પડી છે, બાકી અનેક દેશો અને વિસ્તારોની ઇકોનોમી હનીમૂન દંપતીઓના આધારે છે, હા ઘણા દંપતીઓ માટે આજીવન હનીમૂન તબક્કો ચાલતો જ રહે છે, જે દંપતીઓ એકબીજા માટે સમય ફાળવે છે.
સમય ફાળવવો મિન્સ ટેકનોલોજીમાંથી બહાર નીકળીને એકબીજા માટે ક્વોલિટી ટાઇમ. ખાસ કરીને જીવનની ઉત્તમ પળોને યાદ કરતાં રહેવી, જે હોર્મોન્સના કેમિકલનાં ઝરણાઓને સદા માટે વહેતા રાખે…
એક જ બાળક હોવું કે સંતાન વિદેશ સ્થાયી થયા હોય તથા સંપન્ન હોય એમને તો જીવનનું બીજું હનીમૂન ચાલતું હોય છે, પણ એનો આનંદ સ્વીકારતા આવડે તો જ… કન્ડિશન એપ્લાય… શરતોને આધીન..
ભારત જેવા દેશમાં ઘણી વાર પ્રશ્ર્ન એ પણ હોય છે કે લગ્ન પછી ફરવા જવું જરૂરી છે? આખી જિંદગી ફરવા માટે છે તો તરત જ શા માટે જવું? આપણી સામાજિક પરંપરાઓમાં દંપતીને લગ્ન પછી વેકેશન જરૂરી છે, ફરવા જવું જ જોઈએ…. ભારતમાં પચાસના દાયકાથી સરકારી નોકરીઓની શરૂઆત થવા
લાગી હતી, પરિવારો નાના બનવા લાગ્યા અને શહેરીકરણની હવા બનવા લાગી હતી.
શહેરીકરણની હવા થકી ભારતમાં હનીમૂન પ્રથાની શરૂઆત થઇ હતી,
આજે સીત્તેર એંસી વર્ષના વડીલો માટે હનીમૂન શબ્દ નવો નથી, વડીલો સ્વીકારી ચૂક્યા છે. મિન્સ આપણા માટે કશું નવું નથી…
અગેઇન ખૂબીઓ એક સમય પછી ખામીઓ બનવા લાગે, લાઇફની રિયાલિટી સમજવા આપણા વૈદિક સાહિત્યએ માનવજાતને રાહ ચીંધ્યો છે…
ઈૐ લવ ણળમમટૂ લવ ણળે ધૂણટ્ટ્રુ લવ મ્રિૂૃ ઇંફમળમ વે
ટજ્ઞઘાશ્ર્નમ ણળમઢટિપશ્ર્નટૂ પળ રુમરુદ્યરળબમ વે
ઈૐ યળાધ્ટ ર્ીં યળાધ્ટ ર્ીં યળાર્ધ્ટીં ॥
તૈત્રયા ઉપનિષદના આ શ્ર્લોકનો વ્યવહારિક અર્થ પણ છે. સાથે રહીએ અને સાથે ભોગવીએ, સાથે શક્તિ પ્રાપ્ત કરીએ. સાથે તેજ મેળવીએ અથવા સામર્થ્ય પ્રાપ્ત કરીએ. આટલે સુધી તો બરાબર છે. સમસ્યા હવે જ શરૂ થાય છે કશું ન હતું ત્યાં સુધી તો પ્રતિકૂળતાઓ વચ્ચે જિંદગી ચાલી ગઇ, પણ બધું મેળવ્યા પછી શું? આપણે દ્વેષ નહીં કરીએ. અગેઇન, આપણે એકબીજાનો દ્વેષ નહીં કરીએ.
સમર્થ થયા પછી દોસ્તી હોય કે લગ્નજીવન, વ્યવસાય હોય કે સામાજિક સંબંધ… પચાવવા અઘરા છે. ઉપનિષદના આ શાંતિ મંત્રએ સમજાવ્યું કે સંબંધનો તાંતણો ટક્યો કે ન ટક્યો તો શું?.. એક અને માત્ર અને માત્ર એક જ જવાબ. ઉ
ઈૐ યળાર્ધ્ટીં યળાર્ધ્ટીં યળાર્ધ્ટીં ॥
ધ એન્ડ:
આત્મકથા શા માટે લખાય છે? સૌથી મોટું કારણ એ છે માણસને મૃત્યુનો ડર લાગતો હોય છે, પણ મર્યા પછી પણ જીવન પર પોતાની પકડ ઇચ્છતો
હોય છે…
– જોહરા સહગલ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular