કતારઃ ફિફા વર્લ્ડ કપને લઈને ફૂટબોલ રમનારા પ્લેયરની સાથે સાથે તેમની પત્ની કહો કે ગર્લ ફ્રેન્ડ પણ લાઈમલાઈટમાં આવવા લાગી છે. માન્યામાં આવે વાત નથી, પરંતુ તાજેતરમાં પોર્ટુગલના ફૂટબોલના ઈતિહાસમાં પહેલી વખત હવે ક્રિસ્ટિનો રોનાલ્ડોને પહેલી વખત મેચમાં બેસી રહેવાની નોબત આવી હતી.
સ્વિટર્ઝેલેન્ડ સામેની મેચમાં રોનાલ્ડોને મેચ રમાડવાને બદલે તેને બેન્ચ પર બેસાડી રાખવામાં આવ્યો હતો. 37 વર્ષના પોર્ટુગલના કોચ ફર્નાન્ડો સેંટોસે રોનાલ્ડોને મેચ રમાડવાને બદલે બેસવાનું કહેવામાં આવ્યું હતું. સ્વિટઝર્લેન્ડની સામે પોર્ટુગલે 6-1થી શાનદાર વિજય મેળવ્યો હતો, જેથી રોનાલ્ડોની પ્રેમિકા રોડ્રિગ્જ ગુસ્સે થઈ ગઈ હતી, ત્યારબાદ કોચ પર ગુસ્સો ઠાલવ્યો હતો.
જોર્જિના રોડ્રિગ્જે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખતા લખ્યું હતું કે શાબાશ પોર્ટુગલ. જ્યારે અગિયાર ખેલાડી રાષ્ટ્રગીત ગાતા હતા ત્યારે તેમની નજર તેમના પર હતી. કેટલી શરમની વાત છે કે હું 90 મિનિટ સુધી દુનિયાના સર્વ શ્રેષ્ઠ ખેલાડીને જોઈ શકી નહોતી. જોકે ચાલુ મેચ વખતે તે ગુસ્સે ભરાયા પછી રોનાલ્ડો, રોનાલ્ડો ડગઆઉટમાં પીળી જર્સી પહેરીને રોનાલ્ડો ચુપચાપ બેઠો છે. જ્યારે ચાહકો ભડક્યા ત્યારે 72મી મિનિટે રોનાલ્ડો મેદાનમાં આવ્યો હતો. રોનાલ્ડો મેદાનમાં આવ્યા પછી કોચ સેન્ટોસને પણ તેના અંગે સ્પષ્ટતા આપવી પડી હતી