ફિફા વર્લ્ડ કપ: પુલિસિચના ગોલથી ઇરાનને ૧-૦થી હરાવીને અમેરિકા નોકઆઉટમાં પહોંચ્યું

3

દોહા : ફિફા વર્લ્ડ કપમાં ક્રિસ્ટિયન પુલિસિચની ગોલની મદદથી અમેરિકાએ ઇરાનને ૧-૦થી હાર આપી હતી. આ સાથે અમેરિકા ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગઇ છે. અમેરિકા માટે આજની મેચ કરો યા મરો સમાન હતી. અમેરિકાએ મેચની શરૂઆતથી આક્રમક રમત બતાવી હતી.
૩૮મી મિનિટે અમેરિકાને સફળતા મળી હતી. ક્રિસ્ટિયન પુલિસિચે એક શાનદાર ગોલ કરી ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. દરમિયાન પુલિસિચનું માથું ગોલકીપર સાથે અથડાયું હતું. અમેરિકન ટીમના સ્ટાફ દ્વારા તેને સારવાર આપવામાં આવી હતી. બીજા હાફની શરૂઆતમાં તેની જગ્યાએ અન્ય ખેલાડીને સામેલ કરવામાં આવ્યો.
આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને મેચ સમાપ્ત થયાના એક કલાક પછી તેણે સાથી ખેલાડીઓ સાથે ‘ફેસ ટાઈમ’ દ્વારા વિજયની ઉજવણી કરી હતી. મિડફીલ્ડર વેસ્ટન મેકેનીએ કહ્યું કે આ ટીમની સફળતા સુનિશ્ર્ચિત કરવા માટે દરેક ખેલાડી પોતાનું સર્વસ્વ આપવા તૈયાર છે. અમેરિકાની ટીમ રશિયામાં ૨૦૧૮ના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકી નહોતી. તેઓએ વેલ્સ અને ઈંગ્લૅન્ડ સામે ડ્રો રમ્યા હતા, જેમાં રાઉન્ડ ઓફ ૧૬માં પ્રવેશ મેળવવા માટે એક જીત મેળવવી ખૂબ જ જરૂરી હતી.
અમેરિકી ટીમ ગ્રૂપ-બીમાં પાંચ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે જે ઈંગ્લૅન્ડથી બે પોઈન્ટ પાછળ છે. હવે ટીમ ૨૦૦૨ પછી પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવા માટે શનિવારે નેધરલૅન્ડ્સ સામે ટકરાશે.ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!