Homeટોપ ન્યૂઝFIFA WC: વાહ, ગૂગલે ડૂડલ બનાવી વર્લ્ડકપની શાન વધારી

FIFA WC: વાહ, ગૂગલે ડૂડલ બનાવી વર્લ્ડકપની શાન વધારી

 

ગૂગલે શેર કર્યું અનોખું એનિમેટેડ ડૂડલ
ફિફા વર્લ્ડકપ 2022ની શરુઆત સાથે ગૂગલે ખાસ ડૂડલ શેર કર્યું હતું અને ઓનલાઈન પર આ ડૂડલને લોકોએ વખાણ્યું હતું. વર્લ્ડકપની પહેલી મેચ કતારના કતાર અને ઈક્વાડોર વચ્ચે રમાનાર છે તથા આ મેચ અલ બેત સ્ટેડિયમમાં રમનાર છે. આ વર્લ્ડકપની છેલ્લા ચાર વર્ષથી ફૂટબોલપ્રેમીઓ મેચની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ગૂગલે ખાસ એનિમેટેડ ડૂડલ શેર કર્યું છે. ગૂગડલનું આ સેલિબ્રેશન ડૂડલ લોકોને ખાસ કરીને બહુ પસંદ પડી રહ્યું છે, જ્યારે સોશિયલ મીડિયા પર વખાણવામાં આવી રહ્યું છે.

ગૂગલે આ એનિમેટેડ ડૂડલમાં બે બૂટ બતાવ્યાં છે. બંને બૂટ એકબીજાની બાજુ ફૂટબોલને કિક મારે છે. મજાની વાત એ છે કે બંને બૂટમાં આંખો બનાવી છે અને એની સાથે ઉપરના ગૂગલના લોગોમાં મસ્ત એનિમેશન રાખવામાં આવ્યું છે. ગૂગલના આ લોગોમાં પણ વચ્ચે એક ફૂટબોલ જોવા મળે છે. કહેવાય છે કે દરેક ખાસ પ્રસંગ કે કાર્યક્રમ વખતે ગૂગલ આગવા અંદાજમાં ડૂડલ બનાવે છે.

29 દિવસના ફૂટબોલ વર્લ્ડકપમાં 64 મેચ રમાશે. ફાઈનલ મેચમાં 18 ડિસેમ્બરે રમાશે, જેમાં 32 દેશની ટીમ ભાગ લઈ રહી છે. ફૂટબોલની તમામ મેચ કતારના આઠ સ્ટેડિયમમાં રમાશે. કહેવાય છે કે આજની પહેલી મેચના સ્ટેડિયમમાં 60,000 લોકોના બેસવાની ક્ષમતા છે તથા આજની ઓપનિંગ સેરેમનીમાં બોલીવૂડની અભિનેત્રી નોરા ફતેહી લોકોને મંત્રમુગ્ધ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular