Homeટોપ ન્યૂઝFIFA WC 2022: મહિલા ચાહકો મુશ્કેલીમાં, જો તેઓ યોગ્ય રીતે કપડાં નહીં...

FIFA WC 2022: મહિલા ચાહકો મુશ્કેલીમાં, જો તેઓ યોગ્ય રીતે કપડાં નહીં પહેરે તો તેઓ જેલમાં જશે

ફિફા વર્લ્ડ કપ એટલે આખી રાતની મસ્તી, હાથમાં બિયરના ગ્લાસ અને કપડાં પહેરવાની સ્વતંત્રતા. આ બધુ ફિફા વર્લ્ડ કપમાં સામાન્ય છે, પણ આ વખતનો વર્લ્ડ કપ જુદો જ છે. આ વખતનો ફિફા વર્લ્ડ કપ કતારમાં યોજાઇ રહ્યો છે. કતારમાં કડક ડ્રેસ કોડ છે, જેનું પાલન ફિફા વર્લ્ડ કપ દરમિયાન બહારથી આવતા મુલાકાતીઓએ કરવાનું હોય છે. કતારમાં ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ છે, જે ફિફા વર્લ્ડ કપ દરમિયાન ચાહકોને પરેશાન કરશે. અહીં સૌથી મહત્વપૂર્ણ પ્રતિબંધ સ્ત્રીઓના કપડાંને લગતો છે. અહીં મહિલાઓ શરીરને ખુલ્લું દેખાડતા કપડાં પહેરી શકતી નથી. આવા કપડા પહેરવા પર જેલ જવાનો પણ નિયમ છે.
કતારની મહિલાઓ સામાન્ય રીતે ‘અબાયા’ પહેરીને જ બહાર જાય છે. જોકે, વિદેશની મહિલા ચાહકોએ આ પહેરવું જરૂરી નથી, પરંતુ તેમણે ખભાથી ઘૂંટણ સુધી શરીરને સંપૂર્ણપણે ઢાંકીને રાખવું પડશે. કતારમાં આવનારી મહિલાઓએ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તેઓ કોઈપણ પ્રકારના ચુસ્ત કપડા ન પહેરે. માત્ર મહિલાઓ જ નહીં, પુરૂષોએ પણ જાહેર સ્થળોએ ખભાથી ઘૂંટણ સુધી પોતાનું શરીર ઢાંકવું પડશે.
એવી આશા હતી કે ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતારના નિયમોમાં થોડી નરમાઈ આવશે, પરંતુ એવું થયું નથી. કતારમાં જો મુલાકાતીઓ પહેરવેશ અંગેના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળશે તો તેમને જેલ મોકલી શકાય છે. કતાર ફિફા વર્લ્ડ કપના ચીફ ટેક્નોલોજી ઓફિસર નિયાઝ અબ્દુલ રહીમાનની એક ટિપ્પણીએ આ ડરને વધુ વધાર્યો છે. નિયાઝે કહ્યું છે કે, ‘સ્ટેડિયમની દરેક સીટનો સ્પષ્ટ દૃશ્ય જોવા માટે અમારી પાસે હાઈ રિઝોલ્યુશન કેમેરા છે. પ્રેક્ષકોની પ્રવૃત્તિઓ રેકોર્ડ કરવામાં આવશે. જો કંઈ થશે તો મેચ પછીના આ રેકોર્ડિંગનો તપાસ દરમિયાન ઉપયોગ કરવામાં આવશે.
ફિફા વર્લ્ડ કપની વેબસાઈટ પર વિદેશી ચાહકોને કતારના ડ્રેસ વિશે સલાહ આપવામાં આવી છે, ‘મુલાકાતીઓ તેમની પસંદગીના કપડાં પહેરી શકે છે, પરંતુ મ્યુઝિયમ, સરકારી ઈમારતો જેવા સાર્વજનિક સ્થળોએ જતી વખતે તેઓએ પોતાના ખભા અને ઘૂંટણને સંપૂર્ણપણે ઢાંકીને રાખવા પડશે. સ્ટેડિયમમાં શર્ટ ઉતારવાની પણ મનાઈ છે.

RELATED ARTICLES

Most Popular