FIFA એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું, જાણો શું છે સમગ્ર મામલો…..

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

ભારતીય ફૂટબોલ ખેલાડીઓ અને ચાહકો માટે ખરાબ સમાચાર છે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA) એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. ફીફાએ કહ્યું કે નિયમોના ઉલ્લંઘનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિફાએ ત્રીજા પક્ષના હસ્તક્ષેપને કારણે આ નિર્ણય લીધો છે. 1937માં રચાયેલી AIFF પર FIFA દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે.
FIFAના આ સસ્પેન્શનને કારણે ભારતમાં 11-30 ઓક્ટોબર દરમિયાન યોજવામાં આવેલો મહિલા અન્ડર-17 વર્લ્ડ કપ પણ રદ કરવામાં આવ્યો છે.
અગાઉ FIFA કાઉન્સિલના સભ્ય પ્રફુલ પટેલની આગેવાની હેઠળની AIFFની ચૂંટણીઓ ડિસેમ્બર 2020 સુધીમાં યોજાવાની હતી પરંતુ તેના બંધારણમાં સુધારા અંગેની મડાગાંઠને કારણે તેમાં વિલંબ થયો હતો. ભારતની સર્વોચ્ચ અદાલતે મે મહિનામાં AIFFને વિખેરી નાખ્યું હતું અને રમતનું સંચાલન કરવા, AIFFના બંધારણમાં સુધારો કરવા અને 18 મહિનાથી પેન્ડિંગ રહેલી ચૂંટણીઓ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિની નિમણૂક કરી હતી.
આ મહિનાની શરૂઆતમાં, ભારતીય અદાલતે તાકીદે ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો.
“એઆઈએફએફ એક્ઝિક્યુટિવ કમિટીની સત્તાઓ રદ્દ થઈ જાય અને એઆઈએફએફ વહીવટીતંત્ર એઆઈએફએફની દૈનિક બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ પાછું મેળવે ત્યાર બાદ પ્રશાસકોના સમિતિની રચના કરવાના આદેશ બાદ સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવશે,” એમ ફીફાએ સોમવારે નિવેદનમાં જણાવ્યું હતું. FIFA એ ઉમેર્યું હતું કે, “FIFA ભારતમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સાથે સતત રચનાત્મક સંપર્કમાં છે અને આશા છે કે આ કેસમાં હજુ પણ સકારાત્મક પરિણામ આવી શકે છે.”
નોંધનીય છે કે FIFA ના કાયદાઓ અનુસાર, સભ્ય ફેડરેશનો તેમના સંબંધિત દેશોમાં કાયદાકીય અને રાજકીય દખલથી મુક્ત હોવા જોઈએ. FIFA અગાઉ આવા સમાન કેસોમાં અન્ય રાષ્ટ્રીય સંગઠનોને સસ્પેન્ડ કરી ચૂકી છે.

નોંધનીય છે કે હાલમાં જ ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ સસ્પેન્શનને લઈને નિવેદન આપ્યું હતું. તેણે તેના સાથી ખેલાડીઓને કહ્યું કે ફિફાની ચેતવણીને ગંભીરતાથી ન લે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેત્રીએ ખેલાડીઓને માત્ર તેમની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.