કિગલી: ફિફાએ જાહેરાત કરી હતી કે ૨૦૨૬ વર્લ્ડકપમાં કુલ ૧૦૪ મેચો રમાશે અને ટુર્નામેન્ટમાં ૪૮ ટીમો ભાગ લેશે. ફિફા વર્લ્ડકપમાં પરંપરાગત રીતે ૬૪ મેચો રમાતી હતી, પરંતુ આ વખતે ફોર્મેટમાં વધારો કરવામાં આવ્યો છે.
યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે ફિફા ૨૦૨૬ વર્લ્ડકપની યજમાની કરશે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ૪૮ ટીમો ભાગ લેશે. મંગળવારે નિર્ણયની જાહેરાત કરતા ફિફાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘણા પાસાઓને ધ્યાનમાં રાખીને ફિફા કાઉન્સિલે ૨૦૨૬ વર્લ્ડકપ માટે ચાર ટીમોના ૧૨ જૂથો બનાવવા માટે સંશોધિત પ્રસ્તાવ મુક્યો છે. અગાઉ ત્રણ ટીમોના ૧૬ ગ્રૂપ બનાવવામાં આવ્યા હતા. ટોચની બે ટીમો અને આઠ શ્રેષ્ઠ ત્રીજા સ્થાને રહેલી ટીમો રાઉન્ડ ઓફ ૩૨માં પ્રવેશ કરશે. ફિફા કાઉન્સિલે સર્વસંમતિથી એક સુધારેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી કે ફિફા વર્લ્ડકપ ૨૦૨૬ સ્પર્ધાનું ફોર્મેટમાં ત્રણ ટીમોનાં ૧૬ જૂથોને બદલે ચાર ટીમોનાં ૧૨ જૂથો હશે. ટોચની બે ટીમો અને આઠ શ્રેષ્ઠ ત્રીજા સ્થાને રહેલી ટીમો રાઉન્ડ ઓફ ૩૨માં આગળ વધશે.
નોંધનીય છે કે ગયા વર્ષે કતારમાં ફિફા વર્લ્ડ કપ યોજાયો હતો, જેમાં ૩૨ ટીમોએ ભાગ લીધો હતો અને ૨૯ દિવસમાં કુલ ૬૪ મેચો રમાઈ હતી. છેલ્લી વખત જ્યારે અમેરિકા અને મેક્સિકોએ ફિફા વર્લ્ડ કપની યજમાની કરી હતી ત્યારે તેમાં માત્ર ૨૪ ટીમોએ ભાગ લીધો હતો. ૧૯૯૮ના વર્લ્ડકપથી અત્યાર સુધીમાં ૩૨ ટીમો વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. ઉ