વાંસમાં લાગી આગ: દહિસર ચેક નાકા પાસે તારા કમ્પાઉન્ડમાં શ્રી કૃષ્ણા હૉટલના કમ્પાઉન્ડમાં આગ ફાટી નીકળી હતી, ત્યાં ખુલ્લામાં રહેલા વાંસમાં ફેલાઈ જતા આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું.
(જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સતત બીજા દિવસે આગ લાગવાનું ચાલુ રહ્યું હતું. સોમવારે ઓશિવરા અને મલાડની ભીષણ આગ માંડ ઠંડી પડી હતી ત્યાં મંગળવારે પશ્ર્ચિમ ઉપનગરના દહિસર (પૂર્વ)માં આવેલી હૉટલના કમ્પાઉન્ડમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ફાયરબિગ્રેડના જણાવ્યા મુજબ દહિસર ચેક નાકા પાસે તારા કમ્પાઉન્ડમાં શ્રી કૃષ્ણા હૉટલના કમ્પાઉન્ડમાં આગ ફાટી નીકળી હતી, જે તેની પાસે ખુલ્લામાં રહેલા બાંબુઓમાં ફેલાઈ જતા આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગ સવારના ૧૧.૪૪ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. મોડેથી આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.