સાંગલી જિલ્લાના શિરાળા તાલુકામાં આવેલ વારણાવતીમાં વન્યજીવ કાર્યાલયની બાજુમાં આવેલ ગોડાઉનમાં ભીણષ આગ લાગી હતી. આગને કારણે વનવિભાગના તાબામાં રહેલ લાખો રુપિયાની ઔષધી વનસ્પતી બળીને ખાંક થઇ ગઇ હતી. સાથે સાથે બે ટ્રક પણ બળી ગયા હતાં.
આ આગમાં નરક્યા પ્લાન્ટની લાખો રુપિયાની વનસ્પતી આગમાં બળીને ખાંખ થઇ ગઇ છે. નરક્યા એટલે ઔષધી વનસ્પતી જેનો ઉપયોગ કેન્સર માટેની કેટલીક દવાઓમાં થતો હોય છે. પશ્ચિમ ઘાટમાં આ વનસ્પતી જોવા મળે છે. જો કે કાયદાકીય રીતે આ વનસ્પતી તોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આગને કાબૂમાં લાવવા માટે દસ વનમજૂર, વનપાલ તથા ગામના લોકોએ અથાગ પ્રયત્નો કર્યા હતા. ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગયુ હતું. જોકે મોડી રાત સુધી આગ કાબૂમાં આવી નહતી. વન્યજીવ વિભાગના કોઇ પણ ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે હાજર ન હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે લગભગ 15 થી 20 વર્ષ પહેલાં આ વિસ્તારમાં નરક્યા વનસ્પતીની તસ્કરી અંગે જાણ થઇ હતી. જેમાં નરક્યા વનસ્પતીના ત્રણ ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા.જપ્ત કરવામાં આવેલ તમામ માલ વન્યજીવ કાર્યાલયના તાબામાં હતો. આ કરોડો રુપિયાનો માલ વન્યજીવ કાર્યલયની બાજુમાં આવેલ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. હાલમાં આ વનસ્પતીની તસ્કરીનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને એવામાં જ આ ગોડાઉનમાં આગ લાગવી એ અંગે સ્થાનીકોએ શંકા વ્યક્ત કરી હતી.