બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ
વાસ્કો-દ-ગામા કદી ભારત પહોંચી શકયો ન હોત અને રસ્તામાં જ તેનો કાફલો નાશ પામ્યો હોત, પણ ભારતીય કચ્છી નાખુદા કાનજી માલમે વાસ્કોના કાફલાને હેમખેમ ભારતના મલબાર કિનારે પહોંચાડ્યો અને પછી પશ્ર્ચિમે, ભારતને જ તેની ચાલાકી અને કુનેહથી, તેની લશ્કરી તાકાતથી અને વિશ્ર્વાસઘાતથી છલકપટથી ગુલામ બનાવી દીધું. તેમાં ભારતીયોનો પોતાનો પણ એટલો જ દોષ હતો. ભારતીય રાજાઓ તદ્દન નિર્માલ્ય નીવડયા. સુલતાન ટીપુએ તેમ છતાં અંગ્રજોનો વિરોધ કરેલો. પણ ભારતના બીજા રાજાઓએ તેને મદદ નહીં કરી. પછી અંગ્રેજોએ એક પછી એક ભારતના બધા જ રજવાડાને તેમના શરણે આવવાની ફરજ પાડી. તેમ છતાં રાજાઓ અંગ્રજોના સંગે ગર્વ અનુભવતા રહ્યા અનેે તેમના ઇલ્કાબો લેતા રહ્યા, મૂર્ખ બનતા રહ્યા. શું તે ભારતની નિયતી હતી? તે ભારતની નિયતી નહીં પણ નિર્બળતા હતી અને આજે પણ ભારત સુધર્યું હોય તેમ લાગતું નથી. પૂર્વના જમાનામાં ભારત પર કોઇ ચઢાઇ કરતું નહીં કારણ કે ત્યારે ઘણી દુનિયા અજાણી હતી.
૨૧,૦૦૦ કિ.મી. લાંબી સમુદ્ર યાત્રાને અંતે ૧૯૯૮ મે મહિનાની ૨૮ તારીખે વાસ્કોેએ ભારતના કિનારે પોતાનાં ચાર વહાણોનો કાફલો નાંગર્યો. અગિયારમી સદીના પ્રથમ ચરણમાં મહંમદ ગઝનીએ ભારતમાં સેંકડો ટન સોનાની લૂંટ ચલાવી હતી અને ત્યારપછી મુસ્લિમ સરદારોએ ભારતને સારી પેઠે લૂંટયું હતું. તેમ છતાં જયારે વાસ્કો ભારત આવ્યો ત્યારે તેની જાહોજલાલી જોઇને દંગ થઇ ગયો હતો. જો કચ્છી કાનજી માલમે વાસ્કોનું રક્ષણ કર્યું ન હોત તો તેની પાછળ દરિયાઇ ચાંચિયા પડ્યા હતા, જે તેમને મારીને લૂંટી લેત. એ જ વાસ્કોના ભાગ્ય.
પંદરમી સદીના અંત સુધી પણ પૃથ્વી પરના કોઇ માનવીએ પૂરી પૃથ્વીની યાત્રા કરી ન હતી. કોલંબસ પશ્ર્ચિમના માર્ગે ભારત આવવા નીકળ્યો હતો, પણ તે મહાસાગરથી વિંટળાયેલા પૃથ્વીના પશ્ર્ચિમ ગોળાર્ધમાં આવેલા એક માત્ર ખંડ પહોંચીને અટકી ગયો હતો. પોર્ટુગીઝો સ્પેનના દુશ્મનો હતા. પોર્ટુગીઝ પૂર્વના માર્ગે ભારત પહોંચી ગયા હતા. તે રસ્તે સ્પેન ભારત પહોંચી શકે તેમ હતું નહીં. કારણ કે પોર્ટુગીઝો તેને તેમ કરવા દે તેમ પણ ન હતા. ભારતનો ખજાનો સ્પેનના હાથમાં આવી જાય તે પોર્ટુગીઝોને જરા પણ માન્ય ન હતું. તેથી જ કોલંબસે ભારત આવવા પશ્ર્ચિમની દિશા પકડી હતી.
જેમ વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના ક્ષેત્રે આગળ વધતા અમેરિકા અને રશિયા વચ્ચે તીવ્ર હરીફાઇ ચાલતી હતી. તે રીતે પોર્ટુગીઝ અને સ્પેનયાર્ડઝ વચ્ચે આગળ વધવા દુનિયામાં તેનું આધિપત્ય સ્થાપવા ઉગ્ર હરીફાઇ સદીઓથી ચાલી આવતી હતી.
સ્પેનના રાજા ચાર્લ્સ પ્રથમને પશ્ર્ચિમ દિશામાંથી ભારત પહોંચવાના દરિયાઇ માર્ગની તાતી જરૂર હતી. તેણે આ કાર્ય લંગડા પણ સખત મનોબળ ધરાવનાર અનુભવી અને કુશળ નાવિક ફર્ડીનન્ડ મેગેલનને સોંપ્યું.
મેગેલને તેના પાંચ વહાણના કાફલા સાથે પૃથ્વીની પરિક્રમા કરવા અને પશ્ર્ચિમના માર્ગે ભારત આવવાનો માર્ગ શોધવા પ્રસ્થાન કર્યું.
મેગેલને જયારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં તેનાં વહાણો હંકાર્યાં ત્યારે તેણે રાત્રિ આકાશમાં બે નાનાં નાનાં વાદળો જોયાં. રાતે દૈવી શુભ્ર પ્રકાશવાળા ચમકતા એ વાદળો જોઇને તેને ઘણું આશ્ર્ચર્ય થયું, જોવાનું એ છે કે તે એ વાદળો તે જ જગ્યાએ દર રાતે દેખાતાં હતાં. મહિનાઓ સુધી તે એ વાદળો મેગેલનને દેખાતાં રહ્યાં. મેગેલનને થયુ કે એ બે વાદળો જગ્યા બદલતાં નથી, અને રાત્રિ-આકાશમાં શુભ્ર દૈવી દેખાય છે. તે કોઇ વિશિષ્ટ વાદળો છે. તેણે તે બે વાદળોની નોંધ તેની ડાયરીમાં કરી. આજે આપણને ખબર પડી છે કે તે બે વાદળો આપણને આકાશગંગા મંદાકિનીની ઉપમંદાકિનીઓ છે.
મહાન દરિયાઇ ખેડૂ, નવી દુનિયા શોધવા નીકળેલ અને સોળમી સદીના પ્રારંભે પ્રથમવાર પૃથ્વીની પરિક્રમા કરવા નીકળેલ મેગેલનની યાદમાં તેને મેગેલનનાં વાદળો કહે છે.
મોટું મેગેલનનું વાદળ આપણાથી ૧,૭૦,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર છે અને નાનું મેગેલનનું વાદળ આપણાથી ૨,૨૫,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર છે. તે પાંચેક અબજ તારા ભરેલી નાની મંદાકિનીઓ છે. ૧૯૮૭માં મોટા
મેગેલનના વાદળમાં એક તારાનો મહાવિસ્ફોટ થયો હતો. આ કારણે તે કેટલાય દિવસો સુધી અખબારોમાં અને સામયિકોમાં ચમક્યું હતું. તે મહાવિસ્ફોટના અવશેષરૂપે બચેલો ન્યુટ્રોન તારો એક સેક્ધડમાં લગભગ ૫૦૦ વાર ધરીભ્રમણ કરી રહે છે. ખગોળ વિજ્ઞાનીઓએ તેનું ગહન અધ્યયન કર્યું હતું અને હજુ પણ કરે છે.
કોલંબસ માનતો હતો કે યુરોપથી ભારત વચ્ચે માત્ર મહાસાગર જ છે. યુરોપના કાંઠાને અડતો મહાસાગર ભારતના કાંઠાને પણ અડે છે. લોકો માનતાં કે પૃથ્વી પર માત્ર એક જ મહાસાગર છે. પણ હવે આપણને ખબર પડી છે કે પૃથ્વી પર જુદા જુદા સાત મહાસાગરો છે. માટે જ કોલંબસને જયારે કોઇ ખંડ મળ્યો તો તેણે માની લીધું કે તે ઓરિઅન્ટ (એશિયા) ખંડ છે. કોલંબસે સ્પેનથી ભારતના અંતરની કરેલી ગણતરી કરતાં બમણા અંતરે હતું. અમેરિકાથી ભારત આવવા તેણે ઘણા ફાંફા માર્યા. પણ તેને ભારત આવવાનો રસ્તો જડ્યો જ નહીં, તે જડ્યો જ નહીં. કારણકે ઉત્તર અમેરિકાની નીચે દક્ષિણ અમેરિકા છે. મેગેલન પણ દક્ષિણ અમેરિકાની ટોચેથી ભારત આવવા માર્ગ શોધવાની મથામણ કરવા લાગ્યો. તે ભાગ્યશાળી હતો કે તેને દક્ષિણ અમેરિકાની દક્ષિણની ટોચ અને દક્ષિણ ધ્રુવ પરના વિશાળખંડની વચ્ચેથી એક ૪૫૦ કિ. મી. લાંબો અને ૩થી ૩૦ કિ. મી. પહોળાઇનો દરિયાઇ માર્ગ મળી આવ્યો. અંગ્રેજીમાં બે ભૂમિખંડો વચ્ચેના આવા દરિયાઇ માર્ગને સ્ટ્રેટ (જિિંફશિ)ં કહે છે તે નદી નથી, નથી તે નહેર તે બે ભૂમિખંડો વચ્ચેની ફાંટ છે અને બે મહાસાગરોને જોડે છે. તે એક, એક મહાસાગરમાંથી બીજા મહાસાગરમાં જવાની ઓપનિંગ છે. આવો બીજો પ્રખ્યાત સ્ટ્રેઇટ, સ્ટ્રેઇટ ઓફ જિબ્રાલ્ટર છે, જે યુરોપમાંથી શરૂ થતાં દરિયાને એટલાંટિક મહાસાગરમાં ખોલે છે.
મેગેલને શોધેલો સ્ટ્રેઇટ અદ્ભુત છે. તેને મેગેલનના માનમાં મેગેલન સ્ટ્રેઇટ કહે છે. તે હકીકતમાં દુનિયાના બે વિશાળ મહાસાગરો, એટલાંટિક મહાસાગર અને પેસીફિક મહાસાગરને જોડે છે. તે ઘણો ઠંડો સ્ટ્રેઇટ છે, અને બરફના તરતા પહાડોથી ભરપૂર છે. તેને પસાર કરતા તો નાવિકો પોતે જ ઠરી જાય, તેવો તે દક્ષિણ ધ્રુવ જેટલો ઠંડો છે. તેમાંથી પસાર થતાં લાગે કે તે બરફમય બે ભૂમિખંડોની વચ્ચેથી નીકળતી વિશાળ પાણીની નહેરમાંથી આપણે પસાર થઇએ છીએ. તે હિમનદી જેવો લાગે છે. તેમાં વચ્ચે વચ્ચે પણ બરફના મોટા મોટા પહાડો તરતા દેખાય છે. ભૂલે ચૂકે પણ વહાણ આવા તરતા બરફના પહાડ સાથે અથડાય તો વહાણનું તેમાં રહેલા માનવીઓ સહિત આવી જ બને. (ક્રમશ)