હાલમાં બી ટાઉનનો ચોકલેટી બોય અને કપૂર ખાનદાનનો નબીરો રણબીર પોતાની આગામી ફિલ્મ ‘તુ જૂઠી મૈં મક્કાર’ ના પ્રમોશનમાં બિઝી છે. ફિલ્મના પ્રમોશનને લઇને તે રોજ અનેક ફેન્સને મળે છે અને આ જ સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક ફિમેલ ફેન રણબીરને કિસ કરવાની કોશિશ કરતી જોવા મળી રહી છે. ફિમેલ ફેનની આવી હરકતથી રણબીર કપૂર એકદમ અસહજ થઈ ગયો હતો.
ઘટના શનિવારની છે. રણબીર કપૂર ફિલ્મ ‘તુ જૂઠી મૈં મક્કાર’ના પ્રમોશન દરમિયાન એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન ઘણા બધા ફેન્સ તેની સાથે ફોટો ક્લિક કરતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન એક ફિમેલ ફેન એક્ટર સાથે સેલ્ફી લઈ રહી હતી ત્યારે તે અચાનક રણબીરને પકડી લે છે અને તેને કિસ કરવાનો પ્રયત્ન કરે છે. આ કારણસર રણબીર કપૂર એક પળ માટે જરા અસહજ થઈ ગયો હતો. આ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા પર ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં આદિત્ય રોય કપૂરનો પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો. આ વીડિયોમાં એક મહિલા ફેન આદિત્ય રોય કપૂરને જબરદસ્તીથી કિસ કરીને અને આલિંગન કરવાની કોશિશ કરી હતી. જે જોઈને એક્ટર થોડો અનકમ્ફર્ટેબલ થઇ ગયો હતો અને હસતાં હસતાં તે મહિલાથી દૂર જતો રહે છે. આ મામલે પણ ઘણા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
રણબીર કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મૈં મક્કાર’ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલીવાર સાથે જોવા મળશે. તેમની સાથે આ ફિલ્મમાં બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે કાર્તિક આર્યન કેમિયો કરતો જોવા મળવાનો છે. આ ફિલ્મ 8 માર્ચ, 2023ના રોજ રિલીઝ થશે.