ફેડરલે તો વ્યાજદર વધાર્યા, હવે રિઝર્વ બેન્ક શું કરશે?

ટૉપ ન્યૂઝ બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વે તો અપેક્ષિત ધોરણે વ્યાજદરમાં ૭૫ બેસિસ પોઇન્ટનો વધારો જાહેર કરી દીધો છે, હવે રિઝર્વ બેન્ક કેવો નિર્ણય લે છે તેના પર અર્થશાસ્ત્રીઓની નજર છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આરબીઆઇ વધુ આક્રમક રીતે વ્યાજ દરમાં વધારો નહીં કરે.
અગાઉ વ્યાજ દરની વૃદ્ધિ માટે ૫૦ બેસિસ પોઇન્ટની ધારણા મૂકાતી હતી પરંતુ હવે રિઝર્વ બેન્કની એમપીસી માત્ર ૨૫ બેસિસ પોઇન્ટનો વધારો કરે એવી સંભાવના બેન્ક ઓફ બરોડના અર્થશાસ્ત્રી વ્યકતર કરે છે.
તેમનું કહેવું છે કે ઇન્ફ્લેશન મધ્યસ્થ બેન્કની અપેત્રિત રેન્જમાં જ રહ્યું હોવાથી આગામી ત્રિમાસિક સમયગાળામાં વ્યાજદરને મોરચે કોઇ મોટો વધારો થાય એવી શકયતા જણાતી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.