પત્રકારે કરી તેની પ્રેમિકાની હત્યા! કારણ જાણીને તમે પણ ચોંકી જશો

આમચી મુંબઈ દેશ વિદેશ

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાંથી સનસનાટીભર્યા સમાચાર આવ્યા છે. મળતી માહિતી અનુસાર એક પત્રકારે તેની ગર્લફ્રેન્ડની હત્યા કરીને તેના મૃતદેહના ટૂકડા કરીને ફેંકી દીધા હતાં. આ કેસમાં પોલીસે 35 વર્ષીય પત્રકાર સૌરભ લાખેની તેની પરિણીત પ્રેમિકાની હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર ધરપકડ કરી છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મહિલા તેના પરિવારનું ઘર છોડીને હુડકો વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. મહિલા શિઉરની રહેવાસી હતી. તેને સ્વતંત્ર રિપોર્ટર તરીકે કામ કરતા સૌરભ લાખે સાથે કથિત રીતે અફેર હતું. લાખે અવારનવાર તેની મુલાકાત લેતો હતો. મહિલા સૌરભ પાસે વારંવાર લગ્નની માંગણી કરતી હતી. તેની આ માગથી લાખે કંટાળી ગયો હતો અને 15 ઑગસ્ટના દિવસે તેણે મહિલાનું ગળું દબાવી હત્યા કરી નાખી અને ત્યાર બાદ બીજા દિવસે તેણે મૃતદેહના ટૂકડા કરીને સગેવગે કરવાની તજવીજ હાથ ધરી હતી. મહિલાનું માથુ અને હાથ તેણે શિઉરના એક વેરહાઉસમાં નાખી દીધા હતા. બુધવારે જ્યારે તે બાકીના મૃતદેહને લઇને જઇ રહ્યો હતો ત્યારે ઘરના માલિકે તેને જોયો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સૌરભ લાખેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.