Delhi: આગામી 15મી ઓગસ્ટના(Independence Day) રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે. 15 ઓગસ્ટના 2 દિવસ પહેલા દેલ્હીમાંથી 2૦૦૦ જીવતા કારતૂસ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દિલ્હી પોલીસે(Delhi Police) આ કારતુસ સપ્લાય કરનારા 6 આરોપીઓની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે આનંદ વિહાર વિસ્તારમાંથી 2 બેગ સાથે સપ્લાયરની ધરપકડ કરી છે. આ લોકો આ કારતુસ ક્યાં સપ્લાય કરવા જતા હતા અને તેનો ક્યાં ઉપયોગ થવાનો તે અંગે પોલીસ દ્વારા આરપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે.
સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે. સમગ્ર દિલ્હી સહિત લાલ કિલ્લા પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આનંદ વિહાર વિસ્તારમાં બે શંકાસ્પદ શખ્સો હથિયારો લઈને છુપાયા છે. માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી શકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી હતી. ત્યારે પોલીસને બે શખ્સો પાસેથી 2000 જીવતા કારતૂસ ભરેલી બે થેલીઓ મળી આવી હતી. પોલીસે તેમની ધરપકડ કરી પૂછપરછ કર્યા બાદ અન્ય સહયોગીઓની પણ ધરપકડ કરી છે. હાલ આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગુપ્તચર એજન્સીઓએ માહિતી આપી છે કે આતંકવાદી સંગઠનો દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી શકે છે. 15 ઓગસ્ટે IBએ દિલ્હી પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે. 10 પાનાના રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ બ્યુરોએ માહિતી આપી છે કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોએ મોટા હુમલાનું ષડયંત્ર બનાવ્યું છે. 10 પાનાના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI આતંકવાદીઓને લોજિસ્ટિક મદદ આપીને દિલ્હીમાં બ્લાસ્ટ કરવા માંગે છે. અનેક નેતાઓ સહિત મહત્વ પૂર્ણ સંસ્થાઓની ઈમારતો તેમના નિશાના પર છે.

Google search engine