એકલી મહિલાને કિસ કરીને ફરાર!
સીરિયલ કિલર વિશે તો તમે બધાએ સાંભળ્યું જ હશે, પરંતુ હવે બિહારમાં એક સીરિયલ કિસર લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ સીરિયલ કિસર એક યુવક છે જે અચાનક અજાણી મહિલાઓ અને યુવતીઓને કિસ કરે છે અને ભાગી જાય છે.
આ મામલો બિહારના જમુઈનો છે. અહીં એક ખૂબ જ વિચિત્ર ઘટના સામે આવી છે, જેને કારણે પોલીસ બિહારના જમુઇમાં એક એવા વ્યક્તિની શોધ કરી રહી છે જે મહિલાઓ માટે ડરનું કારણ બની ગયો છે. આ પાગલ વ્યક્તિ તક જોઈને મહિલાઓને કિસ કરે છે અને પછી ત્યાંથી ભાગી જાય છે.
તાજેતરમાં આવી જ એક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જ્યારે સદર હોસ્પિટલ પરિસરમાં એક મહિલા સેલ ફોન પર વાત કરી રહી હતી અને પાછળથી કથિત સિરિયલ કિસર આવ્યો હતો, તેણે તેને બળજબરીથી કિસ કરી હતી અને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જે હવે સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ગઈ છે.
આ ઘટનાથી જિલ્લામાં સનસનાટી ફેલાઈ ગઈ છે. કેટલીક અન્ય છોકરીઓ પણ કથિત રીતે આવી ઘટનાઓનો ભોગ બની હતી. જિલ્લા પોલીસ હજુ સુધી આરોપીની ઓળખ કરી શકી નથી. મહિલાઓની ગરિમા ભંગ કરવાનો ગુનો શહેર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. હાલ આરોપીનો કોઈ સગડ મળ્યા નથી.
जमुई सदर अस्पताल में महिला स्वास्थ्य कर्मी को दिनदहाड़े युवक ने ज़बरदस्ती किस किया, CCTV में क़ैद हुई घटना. महिला की शिकायत पर FIR दर्ज, महिला सुरक्षा पर उठाये गम्भीर सवाल. pic.twitter.com/uDC2wZ3cMR
— Utkarsh Singh (@UtkarshSingh_) March 13, 2023
પોલીસે આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, જમુઈની સદર હોસ્પિટલની બહાર એક મહિલા ફોન પર વાત કરી રહી હતી ત્યારે અચાનક પાછળથી એક મનચલો યુવક હોસ્પિટલ પરિસરની બાઉન્ડ્રી વોલ કૂદીને તેની તરફ આવ્યો હતો. જે બાદ તેણે મહિલાને પકડી લીધી અને તેને બળજબરીથી કિસ કરવાનો પ્રયાસ કર્યો. મહિલાએ આ પાગલ યુવકનો વિરોધ કર્યો હતો અને યેનકેન પ્રકારે પોતાની જાતને પાગલ યુવકની ચુંગાલમાંથી છોડાવી હતી. ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના 10 માર્ચની છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તમામ લોકોએ આ યુવકની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી હતી.આરોપીની શોધ ચાલી રહી છે. સદર હોસ્પિટલ પરિસરમાં મનચલા યુવકના આવા તોફાની કૃત્ય પછી, મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે