તમારા ભોજનમાં પીરસેલું પનીર ભેળસેળીયું તો નથી ને? પુણેના એક કારખાનામાં FDAની કાર્યવાહી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે હલકી ગુણવત્તાના ખાદ્યપદાર્થોનું વેચાણ થઈ રહ્યા હોવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ઘુમ છે ત્યારે પુણેના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા એક કારખાનામાં ભેળસેળયુક્ત પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર પુણેના હવેલી વિસ્તારમાં લાઈસન્સ વિનાની ફેક્ટરીમાં ભેળસેળયુક્ત પનીર બવાવવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતા એફડીએ દ્વારા કારખાનામાં છાપોમારી કરવામાં આવી હતી, જ્યાં આશરે બે લાખ રૂપિયાની કિંમતનું 899 કિલો નકલી પનીર, 2.20 લાખ રૂપિયાની કિંમતનું 549 કિલો સ્કીમ્ડ મિલ્ક પાવડર અને 4,544 રૂપિયાની RDB Palmolin oil જપ્ત કરવામાં આવ્યું હતું. લેબોરેટરીમાં આ તમામ ખાદ્યપદાર્થોના સેમ્પલ મોકલવામાં આવ્યા હોવાની જાણકારી સંબંધિત અધિકારીએ આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.