Homeટોપ ન્યૂઝએફડીએના અધિકારીઓને પોલીસ જેવા અધિકારો, ગણવેશ જોઈએ છે

એફડીએના અધિકારીઓને પોલીસ જેવા અધિકારો, ગણવેશ જોઈએ છે

મુંબઈ: રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, બનાવટી દવાઓ, ગુટખા વિરોધી કાર્યવાહી કરનારા એફડીએ (અન્ન અને ઔષધ ખાતા)ના અધિકારીઓને દરેક તપાસ વખતે પોલીસની મદદ લેવાની ફરજ પડે છે અને એફડીએ દ્વારા ભેળસેળને રોકવા માટે તેમ જ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અને માપદંડો આધારિત કાર્યવાહી કરવામાં આવે છે. આ બાબતે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવે છે, જેમાં એફડીએના અધિકારીઓ ફરિયાદી હોય છે. આ દરેક કાર્યવાહીના ફોલો-અપ માટે પોલીસો પાસે જવાનું થાય છે. પુરાવાને યોગ્ય રીતે ગોઠવવામાં ન આવે તો પણ આરોપી નિર્દોષ છૂટી જતા હોય છે. આ બધાને કારણે હવે આ અધિકારો એફડીએને મળે તો તેમને થતી તકલીફો ઓછી થશે અને ખટલાનું ફોલો-અપ કરવાનું પણ સરળ બનશે, એમ એફડીએના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
એફડીએના કમિશનર અભિમન્યુ કાળેએ મહાવિકાસ આઘાડીના કાર્યકાળ દરમિયાન અન્ન અને ઔષધ ખાતાના અધિકારીઓને ગણવેશ આપવાની સાથે જ ધરપકડની સત્તા આપવાની માગણી કરતો પ્રસ્તાવ મોકલ્યો હતો. ત્યારબાદ તેમની બદલી થઈ ગઈ હતી. હવે ફરી તેઓ એફડીએના કમિશનર બન્યા હોવાથી તેમણે ફરી સરકારને સ્મરણપત્ર મોકલીને પોતાની માગણી ઉઠાવી છે.
તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે રાજ્યના વનવિભાગ અને સ્ટેટ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ગણવેશ આપવામાં આવ્યો છે અને તેમને ગુનો દાખલ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. આને કારણે આ વિભાગની ધાક લોકોમાં રહેલી છે. આવી જ રીતે એફડીએને પણ અધિકારો આપવામાં આવશે તો તેમની ધાક રહેશે અને રાજ્યમાં ભેળસેળ સામેની કાર્યવાહી વધુ સક્ષમ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular