રાજસ્થાનના અજમેરમાં એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીના મોતનું કારણ મોબાઈલ હોવાનું કહેવાઈ રહ્યું છે. સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર વિદ્યાર્થિનીના પિતાએ મોબાઈલ યુઝ કરતાં રોકી તો તે ડિપ્રેશનમાં જતી રહી હતી અને તેણે ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું,
16 વર્ષની મૃતક વિદ્યાર્થિની પારુલ શર્મા ભણવામાં હોશિયાર હતી. છેલ્લાં કેટલાક સમયથી તે મોબાઈલનો વધુ પડતો યુઝ કરી રહી હતી. સોશિયલ મીડિયા પર તેણે પોતાના એકાઉન્ટ્સ બનાવ્યા હતાં. દીકરીના ભવિષ્યની ચિતામાં તેના પિતા રાહુલ શર્માએ મોબાઈલ ફોન લઈ લીધો હતો, જે બાદ તે ડિપ્રેશનમાં જતી રહી હતી. પિતા કામ માટે ભિલવાડા ગયા હતાં અને મમ્મી ભાઈ સાથે હતી ત્યારે રૂમ બંધ કરીને પારુલે ગળે ફાંસો ખાધો હતો. મોબાઈલ લી લેવાથી દીકરી આટલું મોટું જીવલેણ પગલું ઉઠાવશે તેવી અપેક્ષા પરિવારે કરી નહોતી.