આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે જલદી બાળકની કિલકારીઓ ગુંજવાની છે. જોકે, આલિયા ભટ્ટ બાળકને જન્મ આપે એ પહેલા જ રણબીર કપૂર ગુડ ડેડી બનવાની ટ્રેનિંગ લઇ રહ્યો છે.
હાલમાં આલિયા ભટ્ટ તેની પ્રેગ્નન્સીને એન્જોય કરી રહી છે. બીજી બાજુ રણબીર કપૂર બાળકોને કેવી રીતે સંભાળવા તેની ટ્રેનિંગ લઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ રણબીર કપૂરનો વીડિયો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.
Ranbir Kapoor on the sets of #ravivaarwithstarparivaar with Rupali Ganguly. #Shamshera pic.twitter.com/Uf9MhR1OfC
— Ranbir Kapoor Universe (@RanbirKUniverse) July 7, 2022
Rups in purple 😍😍😍
And with her fav….as she once told#RupaliGanguly #Anupamaa #RanbirKapoor #ravivaarwithstarparivaar pic.twitter.com/BPQTEPUhwt— Random (@Random65060696) July 6, 2022
View this post on Instagram
વાત જાણે એમ છે કે રણબીર કપૂર તેની ફિલ્મ શમશેરાના પ્રમોશન માટે રવિવાર વિથ સ્ટાર પરિવારમાં આવ્યો હતો. અહીં તેણે ટીવી સિરિયલ અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી પાસેથી બાળકને સંભાળવાની ટિપ્સ લીધી હતી.
વીડિયોમાં જોઇ શકાય છે કે રણબીરના બાળકના ડાયપર કેવી રીતે બદલાય, દૂધ કેવી રીતે પીવડાવાય એ તમામ જવાબદારી રૂપાલી પાસેથી શીખી રહ્યો છે.