તમે અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની ‘બાગબાન’ ફિલ્મ જોઈ છે? એકલા નહીં, માતા-પિતા સાથે… આ ફિલ્મ જોયા બાદ ઘણી વખત તેમને એવું લાગે કે તેમની સાથે બાગબાન જેવી ઘટના હકીકતમાં બની રહી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ઘટના વાઈરલ થઈ રહી છે જેમાં એક પુત્રએ પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી અને જોત જોતામાં આ ઘટના વાઈરલ થવા લાગી.
એમાં બન્યું એવું કે રાત્રે ઉજ્જ્વલ અથર્વ નામના યુવકનો તેના પિતા સાથે કોઈ વાતે રાતે ઝઘડો થઈ ગયો. સવારે ઉઠીને ઉજ્જ્વલે જ્યારે પિતાનું વોટ્સએપનું સ્ટેટસ જોયું ત્યારે તે ચોંકી ઉઠ્યો હતો. કારણ કે પપ્પાએ તેને કંઈ પણ બોલ્યા વિના સમજાવી દીધું કે તેમના જીવનમાં પણ ‘બાગબાન’ ચાલી રહ્યું છે!
ઉજ્જવલ અથર્વ (@Ujjawal_athrav) નામના ટ્વિટર યુઝરે 24 માર્ચે તેના પિતાના ‘WhatsApp સ્ટેટસ’નો ફોટો પોસ્ટ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે રાત્રે પિતા સાથે નાનકડી દલીલ થઈ હતી. આજે સવારે તેના વોટ્સએપ સ્ટેટસ પર સ્ટોરી હતી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 6 લાખ 73 હજારથી વધુ વ્યૂઝ, 18.8 હજારથી વધુ લાઈક્સ અને લગભગ 1800 રિટ્વીટ થઈ ચૂક્યા છે. ટૂંકમાં ઉજજ્વલ અને તેના પિતાની લડાઈ હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે.
આ વોટ્સએપ સ્ટેટસમાં પિતાએ લખ્યું હતું કે હવે ધીરે ધીરે સમજાઈ રહ્યું છે કે ફિલ્મ બાગબાનમાં અમિતજીએ ‘બાગબાન’માં એક બાળક કેમ દત્તક લીધું જ્યારે તેમને પહેલાંથી જ 4 પુત્રો હતા. આ જોયા બાદ તમામ યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી.
સ્વાતિ નામની એક યુઝરે લખ્યું હતું કે કોણ આ રીતે ટ્રોલ કરે યાર…. તો બીજા એક યુઝરે લખ્યું હતું કે તમારા પપ્પાનો સેન્સ ઓફ હ્યુમર જોરદાર છે. જ્યારે જ્યોત્સનાએ લખ્યું હતું કે જો બાળક આવું હોય તો બાળકને દત્તક લેવામાં શરમ શું છે. ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું- મારી માતા કહે છે, તને ઉછેર્યા પછી મને ખબર પડી કે લોકોને એક કરતાં વધુ બાળકો કેમ છે. બાય ધ વે, આ આખી ઘટના વિશે તમારો શું અભિપ્રાય છે પ્લીઝ અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો…
Had a small argument with dad last night, dad’s WhatsApp story in morning pic.twitter.com/3J6tDTaRau
— Ujjawal Athrav (@Ujjawal_athrav) March 24, 2023