સુરતના પિતાએ બાપ-દીકરીનો સંબંધ લજાવ્યો! દીકરી પર દુષ્કર્મ આચર્યા બાદ પ્રેગ્નેન્ટ થતાં ભાંડો ફૂટ્યો

આપણું ગુજરાત

સુરતમાં પિતાએ બાપ-દીકરીના સંબંધને લજાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા પર સાવકા બાપે દુષ્કર્મ આચર્યું હતું. બે વર્ષથી ધમકી આપીને સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરતા હવસખોર પિતાની ધરપકડ કરવામા આવી છે.
પોલીસે આપેલી માહિતી મુજબ 44 વર્ષની વિધવા મહિલાએ 30 વર્ષના પુરુષ સાથે બીજા લગ્ન કર્યા હતાં. મહિલાની પહેલા લગ્નથી 14 વર્ષની દીકરી છે જે અભ્યાસ કરે છે. આ દરમ્યાન દીકરીને સમજાવી પૂછપરછ કરતા સાવકા પિતાની વિકૃત કરતૂતોનો ભાંડો ફૂટી ગયો હતો. જેમાં કિશોરી સાવકા પિતાથી ગર્ભવતી બની હોવાનું ખૂલતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
છેલ્લા બે વર્ષથી સાવકો પિતા સગીરા પર ખરાબ નજરથી જોતો હતો. ઘરમાં રાત્રે પરિવારજનો સૂઈ જતાં ત્યારે તેણે સગીરાનું મોં દબાવીને બળજબરી કરી હતી ત્યારબાદ તેને બદલામ કરશે એવી ધમકી આપીને વારંવાર તેના પર દુષ્કર્મ આચરતો હતો. અત્યાર સુધી 6-7 વખત સગીરા સાથે બદકામ કરાયું હતુ. સગીરાને હાલમાં 3 મહિનાનો ગર્ભ હોવાનું પણ પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતુ. પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.