દુષ્કર્મ પીડિતા હોવાથી સગીરાની પ્રસૂતિ માટે કોઇ આગળ ન આવ્યું, અંતે પિતાએ જ દીકરીની પ્રસૂતિ કરાવી

દેશ વિદેશ

ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જિલ્લાના કુમારડુંગીમાં માનવતાને શરમાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં દર્દથી પીડાઇ રહેલી સગીરાની પ્રસૂતિ તેના પતિએ જાતે કરી. આ દુષ્કર્મથી પીડિત સગીરાએ એક બાળકને જન્મ આપ્યો છે. ઘટનાની વિગતો મુજબ મંગળવારે રાત્રે સગીરાને પ્રસવની પીડા શરૂ થઇ હતી. પિતાએ આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા, પણ કોઇ આગળ આવ્યું નથી કારણ કે સગીરા દુષ્કર્મ પીડિતા હતી. એટલે મજબૂર થઇને પિતાને જ તેની દીકરીની પ્રસૂતિ કરવી પડી. અંતે રાત્રે બે વાગ્યે પિતાએ પીડાથી કણસી રહેલી દીકરીની પ્રસૂતિ કરાવી. એક પિતા માટે દીકરીની પ્રસૂતિ કરાવવાનું કેટલું મુશ્કેલ રહ્યું હશે તેનો અંદાજો પણ આપણે લગાવી શકીએ એમ નથી. બાળકનો જન્મ થયા બાદ મા અને બાળક વચ્ચે જોડાયેલી નાડી પણ આશરે 14 કલાક સુધી એમ જ જોડાયેલી રહી. અંતે પિતાએ હિંમત કરીને તેને કાપી. હાલમાં પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે. આ મામલે સગીરાના પિતા દ્વારા એફઆઇઆર નોંધવવાની તૈયારી કરવામાં આવી રહી છે, પરંતુ પીડિતાના પિતાનું કહેવુ છે કે તેણે તેના જીવનમાં કયારેય કોર્ટ જોઇ નથી. કોર્ટ વિશે તેમને કોઇ જાણકારી નથી. પિતાનું કહેવું છે કે તેઓ ઇચ્છે છે કે તેમની દીકરી સાથે જેણે પણ દુષ્કર્મ કર્યું છે તે તેની સાથે લગ્ન કરી લે. કહેવાય રહ્યું છે કે આરોપી યુવક પરણેલો છે. દરમિયાન સ્થાનિય પોલીસનું કહેવું છે કે તેમને આ અંગે કોઇ ફરિયાદ મળશે તો તેઓ જરૂર આરોપી યુવક વિરુદ્ધ કાર્યવાહી કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.