ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં રસ્તા પરથી પસાર થઇ રહેલી એક ઓટો રિક્ષાને જયારે પોલીસે રોકી ત્યારે તેમાં સવાર લોકોને જોઇને પોલીસ પણ દંગ રહી ગઇ હતી. આ રિક્ષામાં રિક્ષાચાલક સહિત 27 લોકો સવાર હતા.
જાણકારી અનુસાર ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના બિંદકીમાં ડ્રાઇવર પૂરપાટ ઝડપે રિક્ષા ચલાવી રહ્યો હતો. એટલે પોલીસે તેને તેને રસ્તા પર રોક્યો. આ રિક્ષા જયારે ઊભી રહી ત્યારે પોલીસે એક એક કરીને પ્રવાસીઓને નીચે ઊતાર્યા. પોલીસે ગણતરી કરી તો તેમાં એકસાથે કુલ 27 લોકો હોવાનું જાણવા મળ્યું. આમાં બાળકોનો પણ સમાવેશ હતો.

આ લોકો બકરી ઇદના દિવસે નમાઝ અદા કરીને પરત ફરી રહ્યા હતા. ફકત ત્રણ પ્રવાસી બેસી શકે એટલી રિક્ષામાં 27 લોકો કઇ રીતે સમાય ગયા એ હજુ પણ આશ્ચર્યનો વિષય છે. આ ફકત ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન નથી પણ ખુલ્લેઆમ મોટી હોનારતને સામેથી આમંત્રણ આપવા જેવું છે. આ પ્રકરણે પોલીસે રિક્ષાના ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરી છે.