મુંબઈમાં બીજેપી મહિલા નેતા સુલતાના ખાન પર રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ જીવલેણ હુમલો થયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુલતાના ખાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, હુમલાખોરો અંગેની માહિતી મળી શકી નથી.
BJP pradesh mahila Minority cell – sultana khan was attacked by few unidentified at Mira Road just now. ◽️Source local news reporter. pic.twitter.com/RytQoZqHwo — Dhiraj Mishra 🇮🇳 (@DhirajRMishra21) July 17, 2022 “>
She is admitted at Indra Gandhi hospital Mira Road.
Demand for strict action @DGPMaharashtra @BJPMahilaMorcha @bjpmaharashtra3 @BJP4Maharashtra
સુલતાના ખાન મહારાષ્ટ્ર ભાજપની લઘુમતી મહિલા પ્રદેશ અધ્યક્ષ છે. મુંબઈમાં રવિવારે મોડી રાત્રે બે લોકોએ સુલતાના પર હુમલો કર્યો હતો. સુલતાના ખાન પર આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ તેમના પતિ સાથે ડોક્ટરને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા બદમાશોએ તેમની કાર રસ્તાની વચ્ચે રોકી હતી અને તેમના પર હુમલો કર્યો હતો. હુમલો કરીને બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે તેમના પતિએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. આ પછી સુલતાના ખાનને સારવાર માટે ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સુલતાના પતિએ આશંકા વ્યક્ત કરી છે કે આ હુમલા પાછળ પાર્ટીના કેટલાક કાર્યકરોનો પણ હાથ હોઈ શકે છે. નોંધનીય છે કે સુલતાનાએ થોડા દિવસો પહેલા પક્ષના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ કહ્યું કે પીડિતા ખૂબ જ ડરી ગઈ છે, તેથી તે હજુ નિવેદન આપવાની સ્થિતિમાં નથી. અહીં, હોસ્પિટલના ડૉક્ટર રામ લખન યાદવના જણાવ્યા અનુસાર, ઘાયલ સુલતાનાના હાથ પર બે ઘા હતા, જેના પર 3 ટાંકા લગાવીને વધુ સારવાર કરવામાં આવી રહી છે.
Since the victim is alive, the headline is misleading. It was NOT a fatal attack but a serious attack. Newspapers across the country have been mislabeling their headlines in such incidences.