Homeઆમચી મુંબઈમુંબઈ-ગોવા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 9 લોકોના ઘટનાસ્થળે...

મુંબઈ-ગોવા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત

મુંબઈ-ગોવા હાઈવે પર ગુરુવારે વહેલી સવારે એક કાર અને ટ્રક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 4 મહિલાઓ સહિત 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 5 વાગ્યે માનગાંવ નજીક હાઈવે પર અકસ્માત થયો હતો. ટ્રક મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે કાર રત્નાગિરી જિલ્લાના ગુહાગર તરફ જઈ રહી હતી. તે દરમિયાન આ અથડામણ થઈ હતી.
મૃતકોમાં પાંચ પુરૂષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ એક બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વહેલી સવારે થયેલા આ અકસ્માતને કારણે મુંબઈ-ગોવા હાઈવે પર થોડો સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. મૃતદેહોને માનગાંવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બચાવ ટીમ ઘટનાસ્થળે છે.
સુચના મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખાણ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular