વધતું વજન અને આગળ આવતું પેટ એ પર્સનાલિટીને તો બદસુરત બનાવે જ છે, પણ તેની સાથે સાથે જ તે તમારા આરોગ્ય માટે પણ હાનિકારક છે. વજનને કારણે અનેક રોગોને પણ આમંત્રણ મળે છે. દુનિયાભરની વાત કરીએ તો આખી દુનિયામાં વજન વધારે હોય એવા લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. 1980થી 70થી વધુ દેશમાં મેદસ્વિતાનું પ્રમાણ બમણું થઈ ગયું છે. આ 70 દેશોમાં ભારતનો સમાવેશ પણ થાય છે.
એક રિપોર્ટ અનુસાર 2045 સુધીમાં આખી દુનિયામાં એક ચતુર્થાંશ લોકો સ્થૂળતાની ચપેટમાં આવી જશે. સ્થૂળતાનું સૌથી મોટું કારણ આહાર છે. જો તમારા આહારમાં કેલરીનું પ્રમાણ વધુ હોય અને આ કેલરી બળતી ના હોય તો મેદસ્વીતા ઝડપથી વધે છે. આવા સમયે આહારમાં અમુક ચોક્કસ પ્રકારના ખોરાકનો સમાવેશ કરવામાં આવે તો મેદસ્વીતાને કન્ટ્રોલમાં લાવી શકાય છે અને વધારે ભૂખ પણ લાગતી નથી. આજે આપણે આવા જ એક પદાર્થની વાત કરીશું અને આ પદાર્થ છે શેકેલા ચણા…
ઊર્જાનો બેસ્ટ સોર્સ છે શેકેલા ચણા
જો તમે શેકેલા ચણાનું સેવન કરો છો તો મેદસ્વીતા ઘટાડવામાં મદદ મળે છે. શેકેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, ફોલેટ, મિનરલ્સ અને ફેટી એસિડ સારી માત્રામાં મળી આવે છે. આ જ કારણ છે કે શેકેલા ચણાને ઊર્જાનું પાવરહાઉસ માનવામાં આવે છે. આ ચણામાં ચરબીનું ખૂબ જ ઓછું હોય છે.
વજન ઘટાડે, સ્ફૂર્તિ વધારે
શેકેલા ચણા વજન ઘટાડવામાં ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. પ્રોટીનથી ભરપૂર ચણા ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જો તમે પણ મેદસ્વીતાથી પરેશાન છો અને તો દરરોજ સવારે એક મુઠ્ઠી ચણા ખાવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે અને તમે વધુ પડતું ખાવાનું ટાળો છો. જેના કારણે વજન ઝડપથી ઘટે છે.
શેકેલા ચણા ખાવાથી રોગો દૂર થાય છે
ચણામાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે વજન ઘટાડવા માટે ખૂબ જ સારો ખોરાક માનવામાં આવે છે. આમાં કેલરી ઓછી હોય છે. તે ઝડપથી વજન ઘટાડે છે. જ્યારે પણ તમે વજન ઘટાડવાની પદ્ધતિ અપનાવો તો એવી વસ્તુઓ પસંદ કરો જેમાં પ્રોટીન, ફાઈબર અને કેલરીની કાળજી લો.
ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર મળી આવે છે. તે ભૂખને નિયંત્રિત કરે છે અને પેટની ચરબી ઘટાડે છે. ચણાની છાલમાં ફાઈબર ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. તેની છાલને ચણાની સાથે ખાવાથી ફાયદો થાય છે. જો તમે મિડ-ટાઇમ નાસ્તામાં કંઈક ખાઓ છો, તો પછી અન્ય નાસ્તાને બદલે ચણા ખાઓ. શેકેલા ચણા તમારા શરીરમાં ચરબી જમા થવા દેતા નથી. આ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત અને બીપી નિયંત્રણમાં રહે છે.